મોરબીમાં ઉછીના રૂપિયા પાછા ન આપનારા યુવાનને માર મારવાના ગુનામાં ત્રણ શખ્સની ધરપકડ
મોરબીમાં સિરામિક સિટી નજીકથી બીયરના 6 ટીન સાથે એક પકડાયો
SHARE









મોરબીમાં સિરામિક સિટી નજીકથી બીયરના 6 ટીન સાથે એક પકડાયો
મોરબીમાં સિરામિક સીટી પાસે આવેલ પાનની દુકાન નજીકથી એક શખ્સ પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકીને પોલીસ ચેક કરતા તેની પાસેથી બીયરના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે લાલપર નજીક આવેલ સીરામીક સીટી પાસે હરિઓમ પાન સામેથી પસાર થઈ રહેલા એક શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી બીયર ના છ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે 600 રૂપિયાની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી રફિકભાઈ મામદભાઈ ચાનીયા (25) રહે. સોઓરડી જારીયા પાનની સામે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે આ શખ્સ પાસેથી મળી આવેલ બિયરના ટીન તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના નેશનલ હાઇવે રોડ ઉપર ટિંબડી ગામ નજીક આવેલ ન્યુ રામેશ્વર વેબ બ્રિજ સામે જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યારે તાલુકા પોલીસ ટીમ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 230 ની રોકડ કબજે કરી હતી અને આરોપી સલીમભાઈ ઇશાકભાઈ શેખફકીર (28) રહે. કુલીનગર મોરબી વાળાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
