મોરબીની માણેક સોસાયટીમાં બંધ મકાનથી 70 હજારની ચોરીના ગુનામાં એક ચોકીદારની ધરપકડ: બેની શોધખોળ
મોરબીમાં ખોટા ગુનાની કબુલાત કરવા-ગેરકાયદે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવાના કેસમાં પૂર્વ પીઆઇને એક વર્ષની સજા
SHARE









મોરબીમાં ખોટા ગુનાની કબુલાત કરવા-ગેરકાયદે થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવાના કેસમાં પૂર્વ પીઆઇને એક વર્ષની સજા
મોરબીમાં વર્ષો પહેલા ખોટા ગુનાની કબુલાત કરવા તથા ગેરકાયદેસર થર્ડ ડિગ્રીનો માર મરવામાં આવ્યો હતો જેની ફરિયાદ કોર્ટમાં જજ સાહેબ સમક્ષ દાખલ કરવામાં આવી હતી જે કેસમાં દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને જે તે સામના મોરબીના પીઆઇ અને હાલના નિવૃત ડીવાયએસપી સામને મોરબીની કોર્ટે એક વર્ષની સજા અને દંડ કર્યો છે જેથી કરીને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામેલ છે.
આ કેસની મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં વર્ષ ૨૦૦૪ માં મોરબી સીટીમાં પીઆઇ તરીકે એમ.એફ. જાદવ ફરજ બજાવતા હતા. ત્યારે પીઆઇ અને અન્ય પોલીસ કર્મચારી સામે મોરબી ચીફ. મેજી. સાહેબની કોર્ટમાં ખોટા ગુનાની કબુલાત કરવા તથા ગેરકાયદેસર થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરી ગુનો કર્યાની ફરીયાદ કોર્ટમાં જજ સાહેબ સમક્ષ દાખલ કરવામાં આવી હતી. જેથી કરીને જજ સાહેબે આ કેસમાં પોલીસ સામેની ફરીયાદ કોર્ટમાં રજીસ્ટ્રર કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં પીઆઈ એમ.એફ. જાદવ તથા અન્ય પોલીસ કર્મચારીઓને સમંન્સ ઈન્યુ કરી એડી. ચીફ. મેજી. જજ સાહેબ મોરબીની અદાલતમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો હતો અને આ કેસ મોરબીની કોર્ટમાં ચાલી જતાં આ ચકચારી કેસમાં પુરાવા, નજરે જોનાર સાક્ષીઓ, ફરીયાદીની જુબાની, પોલીસે માર માર્યા અંગેના મેડીકલ એવીડન્સ, દલીલો તથા પોલીસ તરફથી કોર્ટમાં રજુ થયેલ દલીલોના અંતે કોર્ટે ચુકાદો આપેલ છે
જેમાં મોરબીના ચીફ. જયુડી. મેજી. ડી.એ. રાવલ સાહેબે તા. ૧૦/૯/૨૦૨૪ ના રોજ પીઆઈ એમ.એફ. જાદવ સામે ફરીયાદીને માર મારવા સબબનો કેસ નિઃશંક પણે કોર્ટમાં ફરીયાદી બી.એચ.નંદાસણા (ટીનાભાઈ) એડવોકેટએ સાબીત કરી દીધેલ છે જેથી આ કેસમાં આરોપી પૂર્વ પીઆઈ એમ.એફ. જાદવને ભારતીય દંડ સંહીતાની કલમ-૩૨૩ મુજબના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા ૧,૦૦૦ દંડ અને જો દંડ ભરવામાં કસુર કરે તો વધુ સાત દિવસની સાદી કેદની સજા તથા કલમ-૩૪૧ મુજબના શિક્ષાપાત્ર ગુનામાં એક માસની સાદી કેદની સજા અને રૂપિયા ૫૦૦ નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ બે દિવસની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે.
અત્રે ઉલેખનીય છે કે, આ બનાવ સમયે એમ.એફ. જાદવ મોરબીમાં પી.આઈ. તરીકે નોકરી કરતા હતા, બાદ તેવો ડી.વાય.એસ.પી. તરીકે નિવૃત થયેલ હતા. અને મોરબી જીલ્લામાં આજદીન સુધી પોલીસને સજા કરવામાં આવેલ હોય તેવી પ્રથમ ઘટના બનેલ હોવાથી પોલીસ સામે સજાના હુકમથી પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામેલ છે. આ કેસનો ચુકાદો હાલમાં મોરબીમાં તથા અન્યત્ર ટોક ઓફ ધ ટાઉન બનેલ છે.
