લોકોને પાંચ વર્ષની સ્થિર સરકાર અને સમય તેમજ નાણાંનો બગાડ રોકવા માટે વન નેશન વન ઇલેક્શન અનિવાર્ય: મહેશભાઈ કસવાલા, મોરબીની ઉમા ટાઉનશીપ ખાતે વન નેશન, વન ઇલેક્શનનો કાર્યક્રમ યોજાયો મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠક યોજાઈ મોરબીના રફાળેશ્વર પાસે માજી સરપંચના પતિને માર મારીને અપહરણ કરવાનો પ્રયાસ કરવાની ઘટનામાં હજુ કોઈ ગુનો નોંધાયો નથી ! મોરબી જલારામ મંદિરે સ્વ.દમયંતિબેન કાંતિલાલ પોપટના પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ગુરૂ વંદન ઉત્સવ ઉજવાયો મોરબી જિલ્લા કરણી સેના દ્વારા પી.ટી. જાડેજા સામે કરવામાં આવેલ ખોટી કાર્યવાહીનો વિરોધ વાંકાનેરના ભેરડા ગામ નજીકથી એક વર્ષ પહેલા થયેલ બાઈક ચોરીની હવે ફરિયાદ ! મોરબીના નવા એસટી ડેપોમાં વિદ્યાર્થિનીના પગ ઉપર બસનું ટાયર ફરી જતાં અંગૂઠામાં ફ્રેકચર-બે નખ નીકળી ગયા
Breaking news
Morbi Today

કચ્છ મોરબીમાં સાંસદ વિનોદભાઇના સાંસદ સંપર્ક સદનનું કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરાયું


SHARE

















કચ્છ મોરબીમાં સાંસદ વિનોદભાઇના સાંસદ સંપર્ક સદનનું કેન્દ્રિય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરાયું

જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલના વરદ હસ્તે સંગઠન મહા મંત્રી રત્નાકરજી, જીલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ કચ્છ અને મોરબીના ધારાસભ્યઓ, જીલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહજી, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણી, નગર પાલીકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કચ્છ મોરબી સાંસદ વિનોદભાઇ ચાવડાજીના નુતન સાંસદ સંપર્ક સદનનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું.

સાંસદ સંપર્ક સદનનું સી.આર. પાટીલજી ના વરદ હસ્તે રીબીન કાપી સાંસદ કાર્યાલય નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું પ્રદેશ સંગઠન મંત્રી રત્નાકરજી ઉપસ્થિત રહી સાંસદને શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યાર બાદ પાટીલજી, રત્નાકરજી અને ધારાસભ્યશ્રીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ. સી.આર. પાટીલ સાંસદના ૧૦ વર્ષના સમયકાળમાં થયેલ જનહીતના કાર્યોની સરાહના કરી હતી અને સાંસદ તથા કચ્છ ભાજપની ટીમ દ્વારા ભૂગર્ભ જળ સંચય અભિયાન હેઠળ થયેલ કુવા બોર રિચાર્જ કામગીરીને બિરદાવી હતી. સાંસદ દ્વારા સ્વાગત સાબ્દીક આવકાર પ્રવચન કરવામાં આવેલ. 

આધુનીક યુગનું આધુનીક સુવિધા સભર સાંસદ વિનોદભાઇ ચાવડા નું આ સાંસદ સંપર્ક સદન લોક સંપર્કનું સેતુ બનશે તેમ સંગઠન મંત્રી રત્નાકરજીએ જણાવ્યુ હતું. નિમંત્રણ ને માન આપી પધારેલા કેન્દ્રિય જળ શક્તિ મંત્રી અને ગુજરાત ભાજપા અધ્યક્ષ સી.આર. પાટીલજી અને સંગઠન મહામંત્રી રત્નાકરજી નું સાંસદ વિનોદભાઇ ચાવડાએ શાલ અને મોમેન્ટો આપી સન્માન કર્યું હતું જયારે કુવા અને બોર રિચાર્જ કરી જળ સંચય-સંગ્રહ કરનાર ખેડુતો થી ૧૦ કિશાનોને મંત્રી સી.આર. પાટીલજીએ પ્રમાણપત્ર અર્પણ કર્યા હતા, પધારેલ મહેમાનો અને મહાનુભાવો નું સાલ વડે સાંસદએ સન્માન કર્યું હતું.સાંસદ સંપર્ક સદનખાતે ભાજપા સદસ્યતા અભિયાન માટે ટેબલો તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા સદસ્યતા અભિયાન અને લોક સંપર્ક માટે ૨ વેનનું સી.આર. પાટીલ સાહેબ દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ જે સમસ્ત કચ્છ અને માળીયા - મોરબી મધ્યે ફરશે તેમ સાંસદએ જણાવ્યુ હતું.

સાંસદ સંપર્ક ઉદ્દઘાટન પ્રસંગે કચ્છ જીલ્લા ભાજપા પ્રમુખ દેવજીભાઈ વરચંદ, મોરબી જીલ્લા ભાજપા પ્રમુખ રણછોડભાઇ દલવાડી, કચ્છ જીલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહજી, માન. ભુજ ધારા સભ્ય કેશુભાઇ પટેલ, મોરબી ધારાસભ્ય કાન્તિભાઇ અમૃતિયા, માંડવી ધારાસભ્ય અનિરૂધ્ધભાઇ દવે, અંજાર ધારાસભ્ય ત્રિકમભાઇ છાંગા, રાપર ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, અબડાસા ધારાસભ્ય પ્રદુમનસિંહ જાડેજા, સર્વશ્રી દિલિપભાઇ ત્રિવેદી, શ્રીમતી પારૂલબેન કારા, માજી ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, ભુજ નગરપાલિકા અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કે.ડી.સી.સી. બેન્ક ચેરમેન દેવરાજભાઇ ગઢવી, અંગદાન પ્રણેતા દિલિપભાઇ દેશમુખ તેમજ ભાજપ હોદ્દેદાર, મંડળ, મોરચા અને કાર્યકર્તાઓજાહેર જનતા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.




Latest News