હળવદના નવા દેવળીયા ગામે જુગારની બે રેડ: ૨૭ શખ્સો ૧,૩૪,૬૦૦ ની રોકડ સાથે પકડાયા
SHARE
હળવદના નવા દેવળીયા ગામે જુગારની બે રેડ: ૨૭ શખ્સો ૧,૩૪,૬૦૦ ની રોકડ સાથે પકડાયા
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે જુદીજુદી બે જગ્યાએ જુગારની રેડ કરી હતી ત્યારે કુલ મળીને ૨૭ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ રકમ સાથે આરોપીઓને પકડીને તેની સામે કાર્યવાહી કરી હતી.
હળવદ તાલુકાના નવા દેવળીયા ગામે જુગાર રમતા હોવાની હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલા તથા વિપુલભાઈ સુરેશભાઈ ભદ્રાડીયાને મળેલ બાતમી આધારે ત્યાં જુગારની કરી હતી ત્યારે ૧૩ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા તેમાં અજય ઉર્ફે બાચકી કિશોરભાઈ દેગામા (રર), વિજયભાઇ જયંતિભાઇ અઘારા (૪૦), કલ્પેશભાઇ ઉર્ફે બાબુભાઇ જેઠાભાઇ કલોત્રા (૩૨), અમીતભાઇ ઇશ્વરભાઇ દેગામા (૨૦), કમલેશભાઇ કેશવજીભાઇ પરમાર (૩૦), ગણેશભાઈ કરશનભાઈ સોલંકી (૩૫), રજનીભાઈ દલસુખભાઈ ભંકોડીયા (30), કળીદાસભાઇ લાલજીભાઈ સોલંકી (૩૮), વિપુલભાઇ મગનભાઈ દેગામાં (૨૫), ગૌતમભાઇ કેશુભાઇ રાઠોડ (૩૬), નરેશભાઇ બીજલભાઈ ડાંગરુચા (૩૪), પ્રકાશ રતિભાઈ પરમાર (૩૦) અને પંકજભાઈ ડાયાભાઈ પરમાર (૩૦) નો સમાવેશ થયા છે. અને તેની પાસેથી પોલીસે ૬૯,૪૦૦ ની રોકડ કબજે કરી હતી અને જે શખ્સોને પકડવામાં આવ્યા છે
હળવદ તાલુકા પોલીસ સ્ટેશનના દિપકસિંહ દશરથસિંહ કાઠિયા અને એન.એમ ગૌસ્વામીને મળેલ બાતમી હકીકત આધારે નવા દેવળીયા ગામે રામદેવપીરના મંદિર પાસે જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ૧૪ શખ્સો મળી આવ્યા હતા તેમાં છગનભાઈ ગોરાભાઇ મકવાણા (૫૦), મનસુખભાઇ ભલાભાઈ જીતીયા (૫૦), નિતીનભાઇ ધિરજલાલ અગેચાણીયા (૨૧), દિપકભાઈ પાલજીભાઈ ચાવડા (૨૯), જીગ્નેશભાઇ દિનેશભાઈ પરમાર (૨૪), નવઘણભાઇ જેઠાભાઇ દેગામાં (૨૬), કિરણ ઉર્ફે બેબડો નાગજીભાઇ દેગામા (૨૭), ગોપાલભાઇ કાનાભાઈ વાઘેલા (૨૩), અનીલભાઇ ધનજીભાઈ રાઠોડ (૨૮), અમરશીભાઇ બાબુભાઇ પરમાર (૪૫), રાજુભાઇ જયંતિભાઇ કગથરા (૩૦), તિલાલભાઈ ઉર્ફે રતિભાઈ અરજણભાઈ પરમાર (૫૦), લલીતભાઈ રતીભાઈ પરમાર (૨૮) અને હિતેશભાઈ જીવરાજભાઈ પરમાર (૩૧) વાળાનો સમાવેશ થાય છે જેની પાસેથી પોલીસે ૬૫,૨૦૦ ની રોકડ કબજે કરેલ છે અને જે આરોપીને પકડવામાં આવેલ છે
ચોરીના ગુન્હામાં ૨૩ વર્ષે આરોપી પકડાયો
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઈ વી.એન. પરમાર અને તેની ટીમ આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ છે તેવામાં જયેશભાઇ વાઘેલા, બ્રિજેશભાઇ કાસુન્દ્રા તથા વિક્રમભાઇ રાઠોડને મળેલ બાતમી આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને વર્ષ ૨૦૦૧ માં થયેલ ચોરીના ગુનામાં છેલ્લા ૨૩ વર્ષથી નાસતા ફરતા આરોપી આરોપી શંભુસીંગ જેમલસીંગ કહાર રહે. બાસુચક, શેખપાના, થાના સરૈયા જી. મુજફ્ફરપુર (બિહાર) હાલે રહે. સાણંદ તાલુકાના ચાંગોદર ખાતે ઇન્ટાસ ફાર્માસ્યુટીકલ્સ કંપનીથી હસ્તગત કરવામાં આવેલ છે અને આરોપીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.