ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું


SHARE

















મોરબીની કોર્ટમાં યોજાયેલ લોક અદાલતમાં 4219 કેસોનો નિકાલ: 10.04 કરોડનું સેટલમેન્ટ થયું

મોરબીના લાલબાગમાં આવેલ જિલ્લા કોર્ટ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે અને 10.04 કરોડનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે.

મોરબીમાં જે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલતનમાં મોરબીના પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ જજ ડી.પી. મૈયડા, કાનૂની સલાહના લીગલ સચિવ ડી.એ. પારેખ, પ્રિન્સિપાલ ફેમિલી જજ એ.એમ. વાનાણી તથા એડિશનલ ડીસ્ટ્રીક્ટ જજ પંડ્યા સાહેબ તથા બાર એસો.ના પ્રમુખ દિલીપભાઈ અગેચણિયા સહિતનાઓ હાજર રહ્યા હતા. અને તેઓની હાજરીમાં પ્રી-લીટીગેશનના કેસ, પ્રોહિબિશન કેસો, જમીન-મિલકતના કેસ, ચેક રીટર્નના કેસ, ફેમિલી તકરારના કેસ, વાહન અકસ્માતના તેમજ હાઇકોર્ટ દ્વારા ટાર્ગેટેડ કેસ. અને ટ્રાફીકને લગતા ઈ-ચલણના કેસ આમ કુલ મળીને 11,430 કેસ રાખવામાં આવ્યા હતા. તેમાંથી લોક અદાલતમાં 4,219 કેસનો નિકાલ કરવામાં આવેલ છે. અને આ કેસનો નિકલ થતાં 10,04,06,275 નું લોક અદાલતના મધ્યમથી સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું. 




Latest News