મોરબીની ઉમા ટાઉનશીપમાં ઘર કંકાસને પગલે ફ્લેટમાં યુવાનને ન કરવાનું કરી નાખ્યું
મોરબીના પંચાસર રોડે રહેતા યુવાને ભરતનગર-લક્ષ્મીનગર વચ્ચે ફિનાઈલ પી લેતા સારવારમાં
SHARE









મોરબીના પંચાસર રોડે રહેતા યુવાને ભરતનગર-લક્ષ્મીનગર વચ્ચે ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબી તાલુકાના ભરતનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે કોઈ કારણોસર યુવાને ફિનાઈલ પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના પંચાસરા રોડ ઉપર રહેતા રવિભાઈ સુરેશભાઈ ચૌહાણ (49) નામના યુવાને મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર અને લક્ષ્મીનગર ગામ વચ્ચે કોઈ પણ કારણોસર ફીનાઇલ પી લીધું હતું જેથી તેના તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી રહી છે અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું હતું તે દિશામાં પોલીસ આગળની તપાસ કરી રહી છે
ઝેરી જનાવર કરડી ગયું
મોરબી તાલુકાના ખરેડા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતા કમલેશભાઈ ધનાભાઈ ભુરીયા (32) નામના યુવાનને ઝેરી જનાવર કરડી જતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબીમાં ગ્રીન ચોક પાસે આવેલ કુબેરનાથ રોડ ઉપર રહેતા મૂળજીભાઈ ટપુભાઈ વાળા (55) નામના આધેડને મોરબીના નાની વાવડી ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે.
