મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે મોરબીના ITI ખાતે તાલુકા કક્ષાનો ભરતી મેળો યોજાશે મોરબીની મહેન્દ્રનગર ચોકડી-ગામ પાસે ક્રાંતિજ્યોત-નીલકંઠ પાર્ક સોસાયટીની મહિલાઓ સહિતના લોકોએ કર્યો ચક્કાજામ મોરબી : મેઘવાળ સમાજનાં સંત શ્રી પાલણપીરનો સાડા ત્રણ દિવસનો જાતર મેળો તા.19 સપ્ટેમ્બર સુધી યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના મારુતિ પાર્કમાં શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેતા યુવાન ગંભીર હાલતમાં સારવારમાં


SHARE













મોરબીના મારુતિ પાર્કમાં શરીરે કેરોસીન છાંટીને કાંડી ચાંપી લેતા યુવાન ગંભીર હાલતમાં સારવારમાં

મોરબીના જેતપર પીપળી રોડે આવેલ મારુતિ પાર્ક વિસ્તારમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી જેથી ગંભીર રીતે દાજી ગયેલા યુવાનને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા લાલજીભાઈ મનસુખભાઈ પરમાર (30) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના શરીર ઉપર કેરોસીન છાંટીને કાંડી ચાંપી લીધી હતી તેથી તેને યુવાન ગંભીર રીતે દાજી ગયો હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હાલમાં તે યુવાને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે અને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે અને કયા કારણોસર યુવાને આ પગલું ભર્યું હતું તે દિશામાં હવે આગળની તપાસ હાથ ધરી છે.

યુવાન દાઝી જતાં સારવારમાં

મોરબી તાલુકાના રવાપર નદી ગામ પાસે આવેલ એક્સપોર્ટ પાર્ટીકલ બોર્ડ નામના કારખાનાના કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા કુલદીપકુમાર (21) નામના યુવાનને કારખાનામાં અકસ્માતે લાગેલ આગમાં દાજી જવાના કારણે ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના જે.બી. પરમાર ચલાવી રહ્યા છે

વૃદ્ધ સારવારમાં

મોરબી તાલુકાના લીલાપર ગામે રહેતા સાધુભાઈ મુગટભાઈ (63) નામના વૃદ્ધ કોઈ કારણોસર ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા તેઓને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News