મોરબીના જેતપર ખાતે ધારાસભ્ય અને જિલ્લા પંચાયતના પ્રમુખની હાજરીમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો
SHARE
વાંકાનેરના હસનપર ગામના મહિલા સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્ત મંજૂર થતાં ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોપાયો
વાંકાનેર તાલુકાની હસનપર ગ્રામ પંચાયતના મહિલા સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત ખાસ સભામાં મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને તેઓનો ચાર્જ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચને આપવામાં આવ્યો હોવાનું ટીડીઓ પાસેથી જાણવા મળેલ છે.
વાંકાનેર તાલુકાના હસનપર ગામના મહિલા સરપંચ કાજલબેન અજયભાઈ પરસોંડા વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 અન્વયે અવિશ્વાસની દરખાસ્ત હસનપર ગ્રામ પંચાયતમાં તા. 10/9/24 ની ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવી હતી અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 56 (2) ની જોગવાઈ મુજબ પ્રસ્તાવ પસાર થયાના ત્રણ દિવસ પછીથી સરપંચની મુદત પૂર્ણ થઈ જાય છે. જેથી કરીને વાંકાનેરના ટીડીઓ દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 55 (1) હેઠળ હસનપર ગ્રામ પંચાયતના ઉપસરપંચ રમેશભાઈ ભાવાભાઈ સારલાને તા. 14/9/2024 થી જ્યાં સુધી સરપંચની જગ્યા ભરાઈ નહીં ત્યાં સુધી સરપંચના કાર્યો અને ફરજ બજાવવા માટે થઈને આદેશ કરવામાં આવેલ છે









