પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ બંધ કરી મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા તુલસી દિવસ ઉજવાયો મોરબી :માળીયા મીં.ની ભીમસર ચોકડી પાસે આઇસર હડફેટે માતાનું મોત, પુત્ર ઘાયલ વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું મોરબીના ટિંબડી ગામના પાટીયા પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા બાઇક સવાર યુવાનનું મોત વાંકાનેરના લાકડધાર ગામ પાસે રોડ સાઈડમાં ઉભેલા ડમ્પરની પાછળ બાઇક અથડાતાં ઇજા પામેલા યુવાનનું મોત મોરબીમાં સિરામિક ઉદ્યોગપતિ પાસેથી ગાડી ભાડાના પૈસા લેવા માટે કારખાનમાં ઘૂસીને ઇનોવાની પાછળ થાર ગાડી અથડાવી, 4 લાખનું કર્યું નુકશાન: આરોપી ફરાર મોરબીની તપોવન વિદ્યાલય પરિવાર દ્વારા શહિદ વીર જવાનના પરિવારને કરાઇ આર્થિક મદદ મોરબીમાં રહેતા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના પૂર્વ સલાહકાર દ્વારા ગૌમાતાને રાષ્ટ્ર માતાનો દરરજો આપવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી નજીકના રંગપર પાસે યુવાનને છરીના ઘા મારવાના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા


SHARE











મોરબી નજીકના રંગપર પાસે યુવાનને છરીના ઘા મારવાના ગુનામાં આરોપીને પાંચ વર્ષની સજા

મોરબીના જેતપર રોડે આવેલ રંગપર ગામ નજીક વર્ષ 2015 માં યુવાન સાથે જ્ઞાતિ વિશે ઘસાતું બોલવા બાબતે માથાકૂટ કરી હતી અને બોલાચાલી કર્યા બાદ બે થપ્પડ મારી હતી અને મરચાની ભૂકી છાંટીને મારી નાખવાના ઈરાદે યુવાનની ડોક, ચહેરા તેમજ માથા પર છરીના ઘા માર્યા હતા જેથી કરીને ઇજા પામેલા યુવાને સારવાર લઈને ફરિયાદ નોંધાવેલ હતી જે કેસ મોરબીની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે એક આરોપીને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને દંડનો હુકમ કરેલ છે.

જે કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ તા. 12/1/15 ના રોજ 12 વાગ્યાના અરસામાં ફરિયાદી ચંદ્રસિંહ મેઘરાજસિંહ ઝાલાએ જ્ઞાતિ વિશે ઘસાતું બોલતા યુવાને બોલવાની ના પાડી હતી જેથી બે શખ્સો દ્વારા તેને મારી નાખવાના ઇરાદે જીવલેણ ઈજાઓ કરી હતી જે હત્યાના પ્રયાસ અંગેનો કેસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ હતી અને આ કેસ મોરબીના પ્રિન્સીપાલ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જીલ્લા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ કરેલ દલીલ અને 15 મૌખિક અને 21 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી પ્રિન્સ અરવિંદ વ્યાસને પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને ૧૦ હજારનો દંડ ફટકાર્યો  છે અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૨ માસની સજાનો હુકમ કરેલ છે. અને આરોપીએ કાચા કામના કેદી તરીકે જેલમાં જે સમય કાઢ્યો હતો તે સજામાં મજરે આપવાનો હુકમ કરેલ છે. અને આ કેસમાં આરોપી જીજ્ઞેશ પરષોતમ ચાઉં ફરાર છે જેથી કરીને તાલુકા પોલીસ મથકના પીઆઈને યાદી પાઠવી આરોપીની ધરપકડ કરવા ઘટતી કાર્યવાહી કરવાનો હુકમ કર્યો છે.






Latest News