દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

ગુહમંત્રાલયમાંથી રાતે ઘંટડી રણકયા બાદ વહેલી સવારે 6 વાગ્યે મોરબીના મચ્છુ-3 ડેમમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીની મુર્તિનું વિસર્જન


SHARE











ગુહમંત્રાલયમાંથી રાતે ઘંટડી રણકયા બાદ વહેલી સવારે વાગ્યે મોરબીના મચ્છુ-3 ડેમમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીની મુર્તિનું વિસર્જન

મોરબી શહેર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રમાં સૌથી મોટું ગણેશ ઉત્સવનું આયોજન સિદ્ધિવિનાયક કા રાજાનું કરવામાં આવે છે જો કે, પાલિકાએ બનાવેલા કૃત્રિમ કુંડમાં ગણપતિદાદાની મહાકાય મૂર્તિનું વિસર્જન થઈ શકે તેમ ન હોય મોરબીના મચ્છુ-3 ડેમ ખાતે ગણપતિદાદાની મૂર્તિનું વિસર્જન કરવા માટે થઈને આયોજક સહિતના લોકો પહોંચ્યા હતા પરંતુ ત્યાં પોલીસ બંદોબસ્ત હોય વિસર્જન કરવા માટે થઈને આયોજકોને ના પાડવામાં આવી હતી અને ત્યારબાદ ગૃહ મંત્રાલયમાંથી મધરાતે ફોન આવ્યા બાદ ગણપતિદાદાની મૂર્તિનું આજે વહેલી સવારે મચ્છુ-3 ડેમમાં વિસર્જન કર્યું હતું

છેલ્લા દસ દિવસથી ગણેશજીનું પૂજન અર્ચન લોકો દ્વારા પોતાના ઘર અને પંડાલોમાં કરવામાં આવતું હતું અને ગઈકાલે ભીની આંખે ગણેશજીને લોકોએ વિદાય આપી હતી ત્યારે મોરબી નગરપાલિકા દ્વારા મોરબી શહેરી વિસ્તારમાં ગણેશ વિસર્જન દરમિયાન કોઈ ઘટના દુર્ઘટના ન બને તે માટે થઈને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ પિકનિક સેન્ટરમાં જે વર્ષો જૂના સ્વિમિંગ પૂલ હતા તેમાં કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા હતા અને તેમાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું હતું.

ગઇકાલે સવારથી લઈને મોડી રાત સુધીમાં અંદાજે 500 થી વધુ ગણેશજીની નાની મોટી મૂર્તિઓને ત્યાં લઈ આવીને તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું જોકે મોરબીના રવાપર ગામ પાસે આવેલ એસપી રોડ ઉપર સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેની વિસર્જન યાત્રા મોરબીના મુખ્ય માર્ગો ઉપરથી ધામધૂમથી નીકળી હતી અને મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ બાપા સીતારામ ચોક ખાતે ભવ્યતી ભવ્ય મહાઆરતી નું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબીના સિરામિક ઉદ્યોગકારો સહિતના લોકો મોટી સંખ્યામાં ત્યાં હાજર રહ્યા હતા

મોરબીના એસપી રોડ ઉપરથી સિદ્ધિવિનાયક જા રાજાની વિસર્જન યાત્રા શરૂ થઈ હતી ત્યારથી લઈને મોરબીની રવાપર ચોકડી, રવાપર રોડ, બાપાસીતારામ ચોક, ઉમિયા સર્કલ થઈને આ યાત્રા વિસર્જન માટે થઈને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ મચ્છુ-3 ડેમ ખાતે મોડી રાત્રે પહોંચી હતી. જોકે મોરબીમાં ગણેશ વિસર્જન માટે નગરપાલિકા દ્વારા શોભેશ્વર રોડ ઉપર કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો હતો અને ત્યાં ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે કહેવામા આવ્યું હતું. અને ડેમ પાસે કોઈ ગણેશ વિસર્જન ન કરે તેના માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો હતો. જેથી સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીની મૂર્તિનું ડેમમાં વિસર્જન કરતાં આયોજકોને અટકાવ્યા હતા. અને જે જગ્યા ઉપર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે ત્યાં ગણેશ વિસર્જન કરવા માટે તેને કહેવામાં આવ્યું હતું.

જોકે નગરપાલિકા દ્વારા જે જગ્યા ઉપર ગણેશ વિસર્જન કરાવવામાં આવી રહ્યું હતું ત્યાં કૃત્રિમ કુંડની સાઈઝ નાની હતી જેથી કરીને સિદ્ધિવિનાયક કા રાજાના આયોજક અરવિંદભાઈ બારૈયાએ અધિકારીઓ સહિતનાઓને જણાવ્યુ હતું કે, ગણેશજીની મૃતિ 22 ફૂટ ઊંચી છે જેથી તેનું વિસર્જન ત્યાં થઈ શકે તેમ નથી. આટલું જ નહીં પરંતુ અધિકારીઓ દ્વારા નગરપાલિકાની જે વ્યવસ્થા છે ત્યાં ગણેશ વિસર્જન માટે થઈને કુંડ બનાવવામાં આવેલ છે. ત્યાં વિસર્જન કરવા માતે કહેવામા આવ્યું હતું જેથી વિસર્જનની વાતને લઈને મામલો બિચકીઓ હતો અને થોડીવાર માટે કચ્છ રાજકોટ બાયપાસ રોડને સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવની ટીમ દ્વારા હાઇવે ને બંધ કરી દેવામાં આવ્યો હતો.

ત્યારબાદ જે જગ્યા ઉપર પાલિકા દ્વારા વિસર્જનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી ત્યાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશ ઉત્સવના આયોજકને લઈ જઈને ત્યાં વિસર્જન થઈ શકે તેમ છે તેવું બતાવવામાં આવ્યું હતું પરંતુ ત્યાં સુધી મૂર્તિ ઊંચી હોવાથી લઈ જવા સહિતના અનેક પ્રશ્નો હતા અને કુંડની સાઈજ નાની હોવાના કારણે ગણેશ વિસર્જન ત્યાં થઈ શકે તેમ ન હતું જેથી કરીને મોરબીના મચ્છુ-3 ડેમના પાણીમાં ગણેશજીનું વિસર્જન થાય તેના માટે થઈને લાંબા સમય સુધી ગડબથલ ચાલી હતી અને આજે વહેલી સવારે 6:00 વાગ્યે સિદ્ધિવિનાયકના રાજા ગણેશજીની મૂર્તિનું મોરબીના મચ્છુ-3 ડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું

વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે સ્થાનિક અધિકારીઓને વારંવાર ગણેશજીનું વિસર્જન મચ્છુ-3 ડેમમાં કરવા માટે થઈને અને મૂર્તિ મોટી હોવાથી કૃત્રિમ કુંડમાં તેનું વિસર્જન થઈ શકે તેમ નથી તેવું સમજાવવા છતાં અહીંના અધિકારીઓ માનતા ન હતા જેથી કરીને રાત્રિના ગૃહ મંત્રાલય સુધી ફોનની ઘંટડીઓ વાગી હતી અને ત્યારબાદ વહેલી સવારે ગૃહ મંત્રાલયના અધિકારી સૂત્રો તરફથી સ્થાનિક લેવલે પોલીસને સુચના આપવામાં આવી ત્યારબાદ મોરબીમાં સિદ્ધિવિનાયક કા રાજા ગણેશજીનું મોરબીના મચ્છુ-3 ડેમ ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું.




Latest News