ધાંધીયા યથાવત: મોરબીના મકનસર રેલ્વે સ્ટેશને ડેમુ ટ્રેન બંધ થતાં મુસાફરો હેરાન
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ
SHARE
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસેથી દારૂ-બિયરની ૮૦૮ બોટલ સાથે સ્કોર્પીયો પકડાઈ, બે બુટલેગરોને દબોચીને આગળની તપાસ શરૂ
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ રાતના પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે શંકાસ્પદ બોલેરોને અટકાવીને ચેક કરવામાં આવી હતી.ત્યારે કારમાંથી દારૂની ૫૪૪ બોટલ અને બિયરના ૨૬૪ ટીન મળી આવ્યા હતા.જેથી દારૂ-બિયરનો જથ્થો, કાર અને બે મોબાઈલ મળી કુલ ૨૦,૧૧,૬૬૦ ની કિંમતના મુદ્દામાલ સાથે બે બુટલેગરોને પકડવામાં આવ્યા છે અને હાલ તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા..? અને કોને આપવા જતા હતા..? તે દિશામાં મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી મળતી માહિતી પ્રમાણે સ્ટાફના જગદીશભાઈ ડાંગર, રાજેશભાઇ ડાંગર, ભરતભાઈ ખાંભરાં તથા વિજયભાઈ ચાવડા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાનમાં આજે તા.૧૯-૯ ના રાત્રિના ત્રણેક વાગ્યાના અરસામાં મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલા ઘુંટુ રોડ ઉપર આઈ.ટી.આઈ. નજીકથી પસાર થતી એક શંકાસ્પદ સ્કોર્પિયો કારને અટકાવવામાં આવી હતી અને સ્કોર્પિયો કારની તલાસી લેવામાં આવતા કારમાંથી વિદેશી દારૂની ૫૪૪ બોટલ તેમજ બિયરના ૨૬૪ ટીન મળી આવ્યા હતા.જેથી રૂપિયા ૪,૯૧,૬૬૦ ની કિંમતની દારૂ-બિયરની કુલ ૮૦૮ બોટલો તેમજ રૂા.૧૫ લાખની કિંમતની સ્કોર્પિયો કાર અને રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના બે મોબાઈલ આમ કુલ મળીને રૂા.૨૦,૧૧,૬૬૦ ના મુદ્દામાલ સાથે પોલીસે સ્થળ ઉપરથી ગોપીકિશન બાબુલાલ ચૌહાણ દરજી (૩૬) રહે.વીપી ભૂરાની વાડી ધાણી ગામ કારોલા થાણા સાંચોર જીલ્લો જાલોર રાજસ્થાન અને રાજુરામ ભાખારામ પુનિયા બીશ્નોઇ (૪૦) રહે.બરવાણા તા.જી.સાંચોર રાજસ્થાન મૂળ રહે.અરણાઈ કરડા જીલ્લો ઝાલોર રાજસ્થાન વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા..? અને અહીં મોરબીમાં કોને આપવાનો હતો..? તે દિશામાં હવે મોરબી બી ડિવિઝન પોલીસ માથકના પીઆઇ એન.એ.વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ બી.એ.ગઢવી તથા સ્ટાફ આગળની તપાસ ચલાવી રહ્યો છે.
પુત્ર-પુત્રવધુએ મારતા વૃદ્ધા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગરમાં રહેતા અનુબેન વિઠ્ઠલભાઈ દાહકીયા નામના ૫૫ વર્ષીય વૃદ્ધાને માથાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં અત્રે સિવિલે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા સ્ટાફના હિતેશભાઈ મકવાણાએ પહોંચીને તપાસ કરી હતી.જેમાં સામે આવ્યું હતું કે અનુબેનને તેઓના ઘરે તેમના પુત્ર તથા પુત્રવધુએ માથાના ભાગે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામતા તેઓને સારવાર માટે લઈ જવાયા હતા.
રીક્ષા ચાલકે હડફેટ લેતા આધેડ સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલ ટી.કે. હોટલમાં વોચમેન તરીકે કામકાજ કરતા પૂર્ણબહાદુર રાણાભાઇ ક્ષેત્રી મૂળ રહે. નેપાળ હાલ રહે.મોરબી નામના ૫૫ વર્ષીય આધેડ ટી.કે. હોટલની સામે રોડ ક્રોસ કરી રહ્યા હતા.ત્યારે અજાણ્યા રીક્ષા ચાલકે તેઓને હડફેટ લેતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા અને બનાવને પગલે જાણ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આગળની તપાસ શરૂ કરાઇ છે.