મોરબીમાં ગ્રાહક અદાલતના આદેશ બાદ ગાડીમાં નુકશાનીનું વળતર વીમા કંપનીએ ચૂકવ્યું
સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય: પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ
SHARE
સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય: પૂજ્યપાદ રાજેન્દ્રદાસ મહારાજ
મોરબીના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે સંત કેશવાનંદ બાપુની સમાધિની રજત જયંતી વર્ષ નિમિતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. અને વ્યાસપીઠ ઉપરથી વક્તા ભાગવતકાર જગદગુર દ્વારાચાર્ય રાજેન્દ્રદાસ મહારાજે વ્યાસપીઠ ઉપરથી સદગુરુની ભક્તિથી કેવી રીતે જગદગુરુને પ્રસન્ન કરી શકાય તેનું શ્રોતાઓને રસપાન કરાવ્યું હતું.
સમગ્ર મોરબીવાસીઓ જેને સંત તરીકે આસ્થા સાથે પૂજે છે તેવા પૂજ્ય કેશવાનંદ બાપુને સમાધિને 25 વર્ષ એટલે કે રજત જયંતિ વર્ષ નિમિત્તે મોરબીના બેલા ગામ પાસે આવેલા ખોખરા હરીહર ધામ ખાતે પૂજ્ય મહામંડલેશ્વર કનકેશ્વરી દેવીજી તથા અન્ય સંતો અને સેવક ગણ દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ભાગવત ઉપર તત્વચિંતન કરનાર જગતગુરુ દ્વારાચાર્ય મુલુક પીઠાધેશ્વર પૂજ્ય સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથાના બીજા દિવસે કથાના વક્તા રાજેન્દ્રદાસ મહારાજે કથામાં જણાવ્યું હતું કે, ગુરુ કૃપાથી કંઈપણ અસંભવ નથી, ગુરુકૃપાનું ફળ જ ભગવતકૃપા છે. અને સદગુરુની સેવાથી જગદગુરુ પ્રસન્ન થતા હોય છે. હાલમાં જે પવિત્ર જગ્યાએ કથા ચાલી રહી છે તે ખોખરા હનુમાન હરિહરધામની શોભા અને વિકાસ ગુરુ કૃપાનું જ ફળ છે. અને સદગુરુને કોઈ વિરલા જ જાણી શકે છે. અને સદગુરુ કૃપા કરે તો સુતા સુતા પણ ભગવાનની પ્રાપ્તિ થઈ જાય છે.