મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે કાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાની હાજરીમાં બેઠક


SHARE













મોરબીના જલારામ મંદિરે કાલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો. પ્રવિણભાઈ તોગડીયાની હાજરીમાં બેઠક

મોરબી જલારામ મંદિર ખાતે સોમવારના રોજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે અને વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતીમાં મોરબી ખાતે બેઠક યોજાશે.

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે કાલે તા 23 ને સોમવારના રોજ સાંજે 7 કલાકે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી જીલ્લાની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. જે બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટ ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે. તે ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાશે. વિર હનુમાન હિન્દુ સુરક્ષા યાત્રા અંતર્ગત યોજાનાર બેઠકમાં જીલ્લામાં વિવિધ સ્થળે હનુમાન ચાલીસા કેન્દ્રો શરૂ કરવા ઉપરાંત સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થા આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. આ બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના અધ્યક્ષ સી.ડી. રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહીતનાં અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News