મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા સઘન રસીકરણ ઝુંબેશ યોજાશે મોરબીના કલેક્ટરે ઇવીએમ વેરહાઉસની લીધી મુલાકાત વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી


SHARE









ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી

ટંકારાના હડમતીયા ગામે યુવાન તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો દરમિયાન જૂના ઝઘડાનો ખાર રાખીને બે શખ્સો દ્વારા યુવાનની સ્કોર્પિયો ગાડીના આગળ અને પાછળના કાચ તોડી નાખવામાં આવ્યા હતા અને કારમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ યુવાનને ગાળો આપીને જાનથી મારી રાખવાની ધમકી આપી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના રહેવાસી અને હાલમાં મોરબીમાં રેલ્વે સ્ટેશનની બાજુમાં આવેલ લાયન્સનગર ગ્રીન પેલેસની શેરીમાં રહેતા સાગરભાઇ નરેન્દ્રભાઈ ચાવડા (28)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પારસ ઉર્ફે સુલતાન વાઘેલા રહે. રફાળેશ્વર તથા વી.એમ.દાફડા રહે. લીલાપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદી તેના મિત્રના લગ્ન પ્રસંગમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે ગયો હતો અને ત્યાં અનિલભાઈ પરમારના ઘર પાસે હતો ત્યારે આરોપીઓએ જુના ઝઘડાનો ખાર રાખીને ફરિયાદીની સ્કોર્પિયો ગાડી નંબર જીજે 36 એપી 5557 ના આગળ અને પાછળના ભાગના કાચ તોડી નાખ્યા હતા અને વાહનમાં 30,000 નું નુકસાન કર્યું હતું તેમજ પારસ વાઘેલાએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News