મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા


SHARE









માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા

માળીયા (મી)માં રહેતા યુવાને તેના કાકાના દીકરાના લગ્ન પ્રસંગમાં એક શખ્સને બાઈક ધીમુ ચલાવવા માટે થઈને કહ્યું હતું જે બાબતે બોલાચાલી થઈ હતી અને તેનો ખાર રાખીને યુવાન સાથે જપાજપી કરીને ગાળો આપી હતી અને ત્યારબાદ તેને ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને વાસા તથા પડકાના ભાગે છરીના ઘા માર્યા હતા જેથી ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણામાં આવેલ જખરીયા પાટી વિસ્તારમાં રહેતા ગુલામ જુનસભાઈ જેડા (30)એ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મયુદ્દીન અબ્બાસ માલાણી રહે. જખરીયા પીર વાંઢવિસ્તાર માળીયા મીયાણા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, બે દિવસ પહેલા ફરિયાદીએ તેના કાકાના દીકરાના લગ્નમાં આરોપીને બાઈક ધીમુ ચલાવવા માટે કહ્યું હતું તે બાબતે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી પણ થઈ હતી જે બાબતનો ખાસ રાખીને આરોપીએ બોલાચાલી કરી જપાજપી કરી હતી અને ગાળો આપીને યુવાન ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને તેને વાસા તથા પડખામાં છરીના ઘા મારીને બીજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News