હળવદમાં મારામારી-હત્યાની કોશિશના ગુનામાં એક આરોપીના શરતી જામીન મંજૂર મોરબીમાં મિત્રતાના સંબંધમાં આપેલ 5 લાખ રૂપિયા પાછા ન આપનારા મિત્રને કોર્ટે ફટકારી સજા હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત હળવદના મયાપુર ગામે જમીનના ડખ્ખામાં થયેલ મારા મારીના બનાવમાં હવે વળતી ફરિયાદ મોરબીમાં હાઉસિંગ બોર્ડ નજીક વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં વૃદ્ધનું મોત મોરબીના સિટી મોલમાં આવેલ ઓફિસમાં ક્રિકેટ સટ્ટો રમતા 4 શખ્સો 5.26 લાખના મુદામાલ સાથે પકડાયા, આઈડી આપનાર 4 શખ્સોની શોધખોળ મોરબી-વાંકનાએરમાં વિદેશી દારૂની 3 રેડમાં 466 બોટલ દારૂ 96 બીયરના ટીન ઝડપાયા: બે આરોપી પકડાયા, બે ની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત


SHARE













હળવદના કવાડિયા નજીક એસટી બસ સાથે ટ્રેકટર અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનું મોત

હળવદના કવાડિયા ગામ નજીક ટ્રેક્ટર અને એસટી બસ વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ટ્રેક્ટરના ચાલકને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે હાલમાં એસટી બસના ચાલકની ફરિયાદ લઈને પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે 

પંચમહાલ જિલ્લાના બામરોલી ખાતે રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા મહેન્દ્રભાઈ અર્જુનભાઈ બારીયા (38)ટ્રેક્ટરના ડ્રાઇવર મૃતક દિનેશભાઈ લાલજીભાઈ કોળી રહે. બાઈસાગઢ તાલુકો ધાંગધ્રા વાળા સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદ ધાંગધ્રા હાઈવે રોડ ઉપર આવેલ કવડિયા ગામના પાટીયાથી આગળના ભાગમાં હળવદ બાજુથી તેઓ પોતાના હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9507 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રેક્ટરના ચાલકે કોઈપણ પ્રકારનું સિગ્નલ કે ઇશારો કર્યા વગર રોડની બીજી બાજુએ કાવું મારીને પોતાનું ટ્રેક્ટર લીધું હતું ત્યારે એસટી બસની ખાલી સાઇડમાં ટ્રેક્ટર અથડાયું હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં ટ્રેક્ટર ચાલકને ગંભીર ઇજા થઈ હોવાથી તેનુ મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે એસટી બસના ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે મૃતક સામે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News