મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત


SHARE







ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત

ટંકારાના ઓટાળા ગામ પાસે કાર ચાલકે માલવાહક અશોક લેલન દોસ્ત વાહનને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં વાહનના ચાલક તથા બાળક સહિત કુલ 3 લોકોને ઇજા થઈ હતી જેથી તેઓને હોસ્પિટલે સારવાર માટે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીશરૂ કરેલ છે

જામનગરના નવાગામ ઘેડ ગોપાલ ચોક પાછળ રહેતા દિનેશભાઈ જેસંગભાઈ પરમાર (40)એ કાર નંબર જીજે 3 એફડી 5980 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ઓટાળા ગામ નજીકથી તેઓ પોતાનું અશોક લેલન દોસ્ત માલવાહક વાહન નંબર જીજી 10 ટીવાય 3220 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેઓના વાહન સાથે પોતાની કાર અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો બનાવમાં ફરિયાદી તથા સાહેબ ઉદયસિંહ દેવસિંહ ભંડે અને ઉદયસિંહના ભાણેજ દેવ ધવલભાઈ ભાલોડીયા (3) ને હોઠના ભાગે ઇજા થઈ હતી અને દાંત પડી ગયા હતા જેથી ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત

 હળવદના સૈયદવાસ ગોરી દરવાજે રહેતા મહેબૂબભાઈ નથુભાઈ સિપાહી (45)એ કાર નંબર જીજે 36 એપી 7380 ના ચાલક સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે હળવદની મોરબી ચોકડી પાસે ચાર રસ્તા નજીકથી ફરિયાદી તેનો એકટીવા નંબર જીજે 36 એએન 6860 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે કાર ચાલકે તેના એકટીવાને હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીને ડાબા પગે ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી જેથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે કાર ચાલકા સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News