મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત


SHARE









ટંકારાના છતર નજીક રોડ વચ્ચે બંધ પડેલ ટ્રકની પાછળ ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત

મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે શિવમ કોલ્ડ સ્ટોરેજ સામેના ભાગમાં બંધ પડેલો ટ્રકને ડિવાઈડ પાસે ઊભો રાખવામા આવેલ હતો તે ટ્રકની પાછળના ભાગમાં બીજો ટ્રક અથડાયો હતો જેથી કરીને અકસ્માત થયો હતો અને પાછળના ટ્રકના ચાલકને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું જેથી આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતરાઇ ભાઈએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંધ પડેલા ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ બિહારના રહેવાસી અને હાલમાં મુન્દ્રા ખાતે રહેતા રાજુભાઈ વિશ્વનાથ રાય (33)એ ટ્રક નંબર જીજે 10 ઝેડ 5788 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેઓના પિતરાઈ ભાઈ ઉપેન્દ્રભાઈ પોતાની હવાલા વાળી ટ્રક નંબર જીજે 39 ટી 0160 લઈને મુન્દ્રાથી જુનાગઢ તરફ જઈ રહ્યા હતા દરમિયાન રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામ પાસે શિવમ કોલ્ડ સ્ટોરેજ સામે રોડની જમણી સાઈડમાં ડિવાઈડરની બાજુમાં બંધ હાલતમાં આરોપીએ તેનો ટ્રક ઊભો રાખ્યો હતો અને ત્યાં કોઈ પણ પ્રકારની આડસ મૂકવામાં આવી ન હતી જેથી ફરિયાદીના પિતરાઈ ભાઈ ઉપેન્દ્રભાઈનો ટ્રક આરોપીના ટ્રકની પાછળના ભાગમાં અથડાયો હતો અને અકસ્માત થયો હતો આ બનાવમાં ઉપેન્દ્રભાઈને શરીરે ઇજાઓ થઈ હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પિતરાઈ ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News