ગુજરાત રાજપૂત યુવા સંઘના મોરબી જિલ્લાના પ્રમુખ પદે મહેન્દ્રસિંહ ઝાલાની વરણી હવે પાઇલોટિંગ સાથે નહીં રાખે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડીઝલ બચાવવાની અપીલ બાદ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનો નિર્ણય ટંકારા આઇટીઆઇ ખાતે ૧૬ મે એ ભરતી મેળાનું આયોજન સૂડી વચ્ચે સોપારી: મોરબીના સિરામિક કારખાનામાં વીજ પુરવઠો આવતો નથી ?, જનરેટર માટે પેટ્રોલપંપેથી ડીઝલ બેરલમાં આપતા નથી ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલ  મહિલાનું અભયમની ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યુ મોરબી રામધન આશ્રમ ખાતે ઉમિયા માતાજીનો પાટોત્સવ યોજાયો વાંકાનેરના રંગપર ગામે સમૂહ લગ્નમાં આવેલ યુવાને અગાઉ પ્રેમ લગ્ન કરેલ હોય યુવતીના ચાર ભાઈ સહિત કુલ 5 વ્યક્તિઓએ માર માર્યો, જાનથી મારી નાખવાની ધમકી ઉતમ સ્વસ્થ્ય માટે લાઈફ સ્ટાઇલમાં થોડો ચેન્જ અનિવાર્ય: મોરબીમાં યોજાયેલ આરોગ્ય કથામાં વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની ટકોર
Breaking news
Morbi Today

ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા


SHARE













ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા

ટંકારાના લજાઈ ગામ પાસે આવેલ કારખાનાના ક્વાર્ટરની અંદર રહેતા અને મજૂરી કામ કરતા પતિ-પત્ની વચ્ચે યુવાનની જૂની પત્ની બાબતે બોલાચાલી અને ઝઘડો શરૂ થયો હતો અને “તારા કારણે મારી પહેલી પત્ની મારા છોકરા અને મને મૂકીને જતી રહી છે” તેવું કહીને મહિલાને યુવાને માથાના ભાગે બોથપદાર્થ માર્યો હતો જેથી માથામાંથી વધુ પડતો લોહી નીકળી જવાના કારણે તે મહિલાનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ તેના મૃતદેને લજાઈ ગામ નજીક ભીમનાથ મંદિરથી આગળ ડેમની બાજુ બાવળની કાટમાં ફેંકી દેવામાં આવી હતી અને આ બનાવની મૃતક મહિલાના દીકરાએ પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ ઉપર પહોંચી મૃતક મહિલાના મૃતદેને પીએમ માટે ખસેડ્યો હતો અને આ બનાવ સંદર્ભે મૃતક મહિના દીકરાની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે

મૂળ નાળા ગામે બાયપાસ રોડ ઉપર આવેલ જોગણીનગરના રહેવાસી અને હાલમાં લજાઈ  ભીમનાથ રોડ ઉપર આવેલ ગોરસ કારખાના પાસે સિલ્વર પ્લાસ્ટિક નામના કારખાનાની રડીમાં રહેતા સાહિલ સંજયભાઈ ભોજવીયા (17)એ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પિતા સંજયભાઈ ગોવિંદભાઈ ભોજવીયા રહે. લજાઈ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યૂ છે કે, તેઓના પિતાએ શકુબેન સાથે બીજા લગ્ન કરેલા છે અને તેના જૂના મમ્મી ગંગાબેન બાબતે તે બંને વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે ફરિયાદીના પિતા સંજયભાઈએ સકુબેનને કહ્યું હતું કે “તારા કારણે મારી પહેલી પત્ની મારા છોકરાઓ અને મને મૂકીને જતી રહી છે” જે તેને સારું નથી લાગતા બંને વચ્ચે ઝઘડો થયો હતો અને અને બીજા દિવસે સવારે ફરિયાદીને તેના પિતાએ કહ્યું હતું કે “મેં તારી માં શકુને મારી નાખેલ છે અને તેને નાખવા માટે જવાની છે અને જો તું નહીં આવીશ તો તને પણ મારી નાખીશ તેવી ધમકી આપી હતી તો પણ ફરિયાદી તેના પિતાની સાથે ગયો ન હતો જેથી તેના પિતા રીક્ષામાં એકલા તેના મમ્મીની લાશને મૂકીને જતા રહ્યા હતા અને ફરિયાદી ત્યાર બાદ તેની પાછળ ગયો હતો ત્યારે આરોપીએ ફરિયાદીની માતાની લાશને ભીમનાથ મંદિરથી આગળ ડેમની સામે બાવળની કાટમાં મરણ ગયેલી હાલતમાં મૂકી દીધી હતી અને માથામાં બોથડ પદાર્થ મરેલ હોવાથી ફરિયાદીની માતાને માથામાંથી લોહી રહ્યું હતું આ બનાવની ફરિયાદીએ ટંકારા પોલીસને જાણ કરી હતી અને ત્યારબાદ મૃતક મહિલાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાની ફરિયાદ લઈને મહિલાની હત્યા કરનારા તેના પતિ સામે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

પરણીતાને ત્રાસ

વાંકાનેર તાલુકાના તીથવા ગામે પિયરમાં રહેતા નુસરતબેન જીયાઉદ્દીનભાઈ બાદી (36)એ હાલમાં પતિ જીયાઉદ્દીનભાઈ અબ્દુલભાઈ બાદી, સસરા અબ્દુલભાઈ મામદભાઈ બાદી, સાસુ રોશનબેન અબ્દુલભાઈ બાદી, કાકાજી સસરા અલીભાઈ મામદભાઈ બાદી અને કાકાજી સાસુ જેનમબેન મામદભાઈ બાદી રહે. બધા પાંચદ્વારકા વાળા સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીને તેના પતિ, સાસુ, સસરા, કાકાજી સાસુ, કાકાજી સસરા દ્વારા અવારનવાર નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે હેરાન પરેશાન કરવામાં આવતી હતી અને દુઃખત્રા આપીને મેણાં ટોણાં મારતા હતા અને એકબીજાની ચડામણી કરી ફરિયાદી મહિલાને શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News