મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત


SHARE









માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત

મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ પર આવેલ વડવાળા હોટલ પાસે ટ્રકની કેબીનમાં ડ્રાઇવર અને ક્લીનર બંને સુતા હતા અને બીજા દિવસે સવારે જગાડવા છતાં ક્લીનર નહીં ઉઠતા તેને તાત્કાલિક માળીયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને હાર્ટ એટેકથી યુવાનનું મોત થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ પંજાબના ગરીયાલાના રહેવાસી લખબીરસિંહ જાંગીરસિંહ (48) મોરબી કંડલા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ વડવાળા હોટલ સામે ટ્રક નંબર જીજે 12 બીવી 6756 ઉભો રાખીને ટ્રકમાં તેઓ તથા તેના ડ્રાઇવર શ્રવણસિંગ જુવારસિંગ (36) રહે. મુળ પંજાબ વાળા સુતા હતા દરમિયાન બીજા દિવસે સવારે લખબીરસિંહને ઉઠાડવા છતાં તે ન ઉઠતાં તેને તાત્કાલિક સારવાર માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોય જે અંગેની માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News