ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો


SHARE











મોરબી દશનામ ગોસ્વામી સમાજનો વિધાર્થી સન્માન સમારોહ યોજાયો

મોરબી દશનામ ગોસ્વામી સમાજ નો 27 મો તેજસ્વી તારલાઓ નો સન્માન સમારોહ સમાજની વાડી ખાતે યોજાયો હતો જેમાં કેજી થી કોલેજ સુધીના 170 વિધાર્થીઓને શિલ્ડ અને શૈક્ષણીક કીટો આપી સન્માન કરવામાં આવ્યા હતા સાથે ગોસ્વામી સમાજના વિશિષ્ટ સેવા કરનાર રમત ગમત ખેલ મહાકુંભ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિધાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષકો પારિતોષિક વિજેતાઓ સરકારી કર્મચારીઓ ડોકટરો સહિત વિધાર્થીઓ સહિત 200 ના સન્માન કર્યા હતા.

આ સમારોહમાં રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેનએ જણાવ્યું હતું કે તમારા બાળકોને વધુને વધુ ભણાવો બાળકોને મોબાઈલની ટેવ બંધ કરાવી દો યુવાનો વ્યસન છોડોને સમાજમાં એકતા જાળવી સંગઠીત બની સમાજની પ્રગતિ કરવા આગળ આવો. આ સમારોહમાં મોરબી તાલુકામાં બેસ્ટ શિક્ષકોને એવોર્ડ વિજેતા વાંકાનેરના જિતેન્દ્રગીરી શિવગીરી ગોસ્વામી, માથકના મનદીપગીરી જયદીપગીરી તેમજ મોરબી પત્રકાર એસો.ના પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી, પત્રકાર અલ્પેશ ગોસ્વામી તેમજ ગોસ્વામી સમાજની વાડીમાં તેમજ આ સન્માન સમારોહમાં સહયોગ આપનાર દાતા બિલ્ડર પરેશભાઈ પટેલ, ચંદ્રકાન્ત બેચરભાઈ દઢાણીયા, નરોતમગીરી શનાળા સહિત દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે સન્માનિત શિક્ષક વાંકાનેરના જીતેન્દ્રગીરીએ જણાવ્યું હતું કે તમારી દીકરીને કરીયાવરમાં રૂપિયા દાગીના કરતા તેને નાનપણથી જ ખૂબ ભણાવી ગ્રેજ્યુએટ કરી સારા શિક્ષણની ભેટ આપો જેથી તે તેના પરિવાર અને બાળકોને મદદરૂપ બની શકશે બાળકોને મોબાઈલની ટેવ બંધ કરી સારા ધાર્મિક પુસ્તકોનું વાંચન કરાવો સમયનું પાલન કરો આજે ડીઝીટલ યુગમાં સમયની સાથે ચાલવું જરૂરી છે.આ સમારોહને સફળ બનાવવા સમાજના પ્રમુખ ગુલાબગીરી અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કૈલાશગીરી ગોસાઈએ કર્યું હતું.






Latest News