દેશમાં 100 હિન્દુઓની વચ્ચે 10 મુસલમાન સુરક્ષિત છે પણ 100 મુસ્લિમોની વચ્ચે 10 હિન્દુઓ સુરક્ષિત નથી, હિન્દુઓને જગાવા હું આવ્યો છું: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાબા બાગેશ્વર ધામ
SHARE
જો દેશની અંદર વકફ બોર્ડ હોય તો તેની જેમ જ મંદિરોની સુરક્ષા માટે સનાતન હિન્દુ બોર્ડ પણ બનાવું જોઈએ: ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી બાબા બાગેશ્વર
મોરબીના ખોખરા હનુમાન હરહર ધામ ખાતે ચાલતી કથાનો આજે છેલ્લો દિવસ હોય બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી કથા મંડપમાં પહોંચ્યા હતા અને ત્યાં તેમણે ખાસ કરીને વર્તમાન સમયમાં જે વકફ બોર્ડ અને મંદિર પ્રસાધનો વિવાદ ચાલી રહ્યો છે તે બાબતોને કેન્દ્રમાં રાખીને કહ્યું હતું કે “જો દેશની અંદર વકફ બોર્ડ હોય તો તેની જેમ જ મંદિરોની સુરક્ષા માટે સનાતન હિન્દુ બોર્ડ પણ બનાવું જોઈએ અને તિરુપતિમાં જે રીતે ષડયંત્ર કરીને વૈષ્ણવ પરંપરાને ખંડિત કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવું ભવિષ્યમાં ન બને તે માટે દરેક મંદિરમાં ગૌશાળા બનાવવામાં આવે અને ત્યાં ગાયો રાખવામાં આવે તો ગાયોની અને ધર્મની બંનેની રક્ષા થશે
મોરબી નજીકના બેલા ગામ પાસે આવેલ ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સંત કેશવાનંદ બાપુના સમાધિના રજત જયંતિ વર્ષ નિમિત્તે અગ્નિ અખાડાના મહામંડલેશ્વર અને કેશવાનંદ બાપુના શિષ્ય કનકેશ્વરી માતાજી તેમજ સેવક ગણ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં જગતગુરુ દ્વારાચાર્ય મુકુલ પીઠાધીશ્વર સ્વામી રાજેન્દ્રદાસજી દ્વારા તેઓની આગવી શૈલીમાં કૃષ્ણ ભગવાને 100 વર્ષ સુધી દ્વારકામાં જે કૃષ્ણ લીલા કરી હતી તેને ધ્યાનમાં રાખીને તેઓની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરવામાં આવ્યું હતું.
આજે છેલ્લા દિવસે કથા મંડપમાં બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મોરબી પહોંચ્યા હતા અને તેમણે કથા મંડપમાં બેઠેલા શ્રોતાઓને તેઓની આગવી શૈલીમાં હિન્દુત્વ અને ગાય માતાની રક્ષા માટે થઈને કેટલીક ચોટદાર વાતો કરી હતી જેમાં ખાસ કરીને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ કહ્યું હતું કે તાજેતરમાં તિરૂપતિ મંદિરમાં ષડયંત્ર કરીને વૈષ્ણવ પરંપરાને ખંડિત કરવાનો જે હિન પ્રયાસ કરવામાં આવ્યો છે આવી ઘટનાઓ ભવિષ્યમાં કોઈ જગ્યાએ ન બને તે માટે થઈને દરેક મંદિરોમાં ગૌશાળા બનાવવાની જરૂર છે અને જો આ કાર્ય કરવામાં આવશે તો ગાયોની રક્ષા થશે તેની સાથોસાથ ધર્મની પણ રક્ષા થશે ગુજરાતએ સોમનાથ દાદા, અંબાજી માતા, બાપાસીતારામની ભૂમિ છે ત્યારે અહીંથી સમગ્ર ભારત દેશની અંદર જે મેસેજ જાશે તે સમગ્ર વિશ્વમાં જશે.
આ ઉપરાંત તેઓ એવું પણ કહ્યું હતું કે જે રીતે દેશમાં વકફ બોર્ડ છે તેવી જ રીતે મંદિરોની સુરક્ષા માટે સનાતન હિન્દુ બોર્ડ પણ બનાવવાની જરૂર છે વધુમાં તેમને સ્પષ્ટતા કરતા એવું પણ કહ્યું હતું કે તેઓ કોઈના વિરોધી નથી પરંતુ તે આ દેશમાં દંગા નહીં પરંતુ ગંગા ઈચ્છે છે એટલા જ માટે થઈને દેશના દરેક મંદિરોની અંદર ગૌશાળા બનાવવાની જરૂર છે અને જો દરેક મંદિરોની અંદર ગૌશાળા બનાવીને ગાયોની રક્ષા કરવામાં આવશે તો ગાયની રક્ષકાની સાથોસાથ ધર્મની રક્ષા થશે આમ ગાય અને ધર્મ બંનેની રક્ષા થશે અંતમાં તેમણે પાલઘરની ઘટના, મંદિરના મહંતોને મારવાની ઘટના, દેશમાં દીકરીની સલામતીનો મુદ્દો તથા રામ નામના પ્રમાણપત્રો માંગવાની ઘટનાઓને યાદ કરી હતી
વધુમાં તેમણે કહ્યું હતું કે, આ દુનિયાની અંદર કુંભકરણ પછી જો કોઈ સૂતું હોય તો તે હિન્દુઓ સુતા છે માટે તેને જગાવા હું આવ્યો છું. તેમણે કહ્યું હતું કે, આજની તારીખે 100 હિન્દુઓની વચ્ચે 10 મુસલમાન સુરક્ષિત છે પરંતુ 100 મુસ્લિમોની વચ્ચે 10 હિન્દુઓ સુરક્ષિત નથી ત્યારે આ રાષ્ટ્રને હિન્દુ રાષ્ટ્ર બનાવવું હોય તો ગાય માતાને બચાવી અનિવાર્ય છે અને ગાય બચશે જ ધર્મ પણ બચશે તેવી ટકોર કરી હતી અને એટલા જ માટે તેઓ આગમી દિવસોમાં ગાયને સાથે રાખીને પદયાત્રા કરવાના છે તેવી જાહેરાત કરી હતી અને મોરબીમાં કથા આપવાની પણ તેઓએ અંતમાં જાહેરાત કરી હતી.