હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી કરનારા આરોપીની મુદામાલ સાથે ધરપકડ
SHARE
હળવદના રાયધ્રા ગામે ઘરમાંથી 1.90 લાખના દાગીનાની ચોરી કરનારા આરોપીની મુદામાલ સાથે ધરપકડ
હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા યુવાનના રહેણાંક મકાનને અજાણ્યા શખ્સ દ્વારા નિશાન બનાવવામાં આવ્યું હતું અને ઘરમાં સોનાના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા 1.90 લાખની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આરોપીને ચોરાઉ મુદામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રાયધ્રા ગામે રહેતા નવઘણભાઈ સવાભાઈ પરાસરીયા (42)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના ઘરને નિશાના બનાવીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો અને કબાટના લોકરને તોડીને સોનાના કાનમાં પહેરવાના બે નંગ દોઢ તોલાના કોકરવા અને ગળામાં પહેરવાની સોનાની સાડા ત્રણ તોલાની મગમાળા આમ કુલ મળીને 1.90 લાખની કિંમતના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને તપાસ દરમ્યાન દીપકસિંહ કાઠિયા અને રણજીતસિંહ રાઠોડને મળેલ બાતમી આધારે આરોપી રાજકુમાર ભવાંસિંગ સાગર (26) રહે હાલ ગોપાલ સોસાયટી ચરાડવા મૂળ રહે યુપી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ 1.90 લાખનો મુદામાલ કબજે કરેલ છે.