મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીનીઓ માટે પ્રિ-નવરાત્રી યોજાઇ ટંકારાના તળાવમાં મગર દેખાયો: લોકોમાં ભયનો માહોલ ટ્રાફિક સમસ્યાનો આવશે અંત: હળવદની વેગડવાવ ફાટકે બનશે 76.19 કરોડના ખર્ચે ઓવરબ્રીજ મોરબીના સરદારબાગ પાસે બોલેરોની પાછળ બાઇક ઘૂસી જતાં યુવાનનું કમકમાટીભર્યું મોત સૌરાષ્ટ્ર યુનિ. યુથ ફેસ્ટીવલની વકતૃત્વ સ્પર્ધામાં મોરબીનો વિસ્મય ત્રિવેદી પ્રથમ ક્રમે વિજેતા મોરબીના કોર્પોરેટર નવનિતભાઈ કુંડારિયાની સૌરાષ્ટ્ર ઓઈલ મિલ એસો.ના પ્રમુખ પદે વરણી મોરબીના મહેન્દ્રનગર ગામે મન્ચુરીયનની લારીએ મારામારી : ત્રણ લોકો સારવારમાં મોરબીના જાંબુડીયા ગામે લોડર ચાલકે હડફેટે લેતા ત્રણ વર્ષના બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ


SHARE









મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ

મોરબીના શનાળા ગામ પાસેથી રાજપર ગામ તરફ જવાના રસ્તે ટ્રાફિકની સમસ્યા છે જેથી કરીને ત્યાં સર્કલ બનાવવામાં આવે તેવી માંગ મોરબી તાલુકા સમિતિના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે અને આ અંગે તેઓએ મુખ્યમંત્રીને લેખિતમાં રજુઆત કરી છે.

મોરબી તાલુકા કોંગ્રેસ્ન પ્રમુખ વિજયભાઈ કોટડીયાએ હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને જે રજૂઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબીથી રાજકોટ જતા રોડ ઉપર શનાળા ગામથી રાજપર તરફ જવાના રસ્તે જે ચોકડી આવેલ છે ત્યાં અવાર-નવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. જેથી કરીને લોકોની સમસ્યાને ઉકેલવા માટે આ ચોકડી પાસે સર્કલ બનાવવામાં આવે તે જરૂરી છે અને આ ચોકડીએ સવારે અને સાંજના સમયે ટ્રાફિક સમસ્યા હોય છે અને તેના કાયમી નિવારણ માટે વહેલમાં વહેલી તકે સર્કલ બનાવવામાં આવે તેવી માંગ કરી છે.




Latest News