મોરબીના શનાળાથી રાજપર જવાના રસ્ત પાસે સર્કલ બનાવ કોંગ્રેસની માંગ
મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે મહિલાઓ વચ્ચે બઘડાટી બાદ યુવાન અને તેની માતા-પત્નીને ચાર શખ્સોએ માર માર્યો
SHARE
મોરબીમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે મહિલાઓ વચ્ચે બઘડાટી બાદ યુવાન અને તેની માતા-પત્નીને ચાર શખ્સોએ માર માર્યો
મોરબીના બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ડિવાઇન પાર્કમાં આવેલ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચાલવા બાબતે મહિલાઓ વચ્ચે બોલાચાલીને ઝઘડો થયો હતો ત્યારબાદ વાતચીત કરવાના બહાને યુવાન તેના માતા અને પત્નીને એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાં તેની સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને યુવાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર કામધેનુ સામે ડિવાઇન પાર્કમાં આવેલા સત્ય બી એપાર્ટમેન્ટ બ્લોક નંબર 301 માં રહેતા નરેન્દ્રભાઈ છગનભાઈ પાંચોટિયા (42)એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મનોજભાઈ રમણીકભાઈ આદ્રોજા, વિશાલભાઈ અમરશીભાઈ ઘોડાસરા, નિલેશભાઈ પ્રભુભાઈ બારૈયા અને ભાવિકભાઈ કાળુભાઈ વિરમગામા રહે. બધા સત્ય બી એપાર્ટમેન્ટ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના માતા સવિતાબેન અને આરોપી વિશાલ ઘોડાસરાના માતા વચ્ચે પાર્કિંગમાં ચાલવા બાબતે બોલાચાલી થઈ હતી અને ફરિયાદીના માતાને પાર્કિંગ ખરાબ થતું હોય ત્યાંથી ચપ્પલ પહેરીને ન જવા માટે થઈને કહેવામાં આવ્યું હતું
ત્યારબાદ રાત્રિના દસેક વાગ્યાના અરસામાં નરેન્દ્રભાઈને ફોન કરીને વાતચીત કરવા માટે એપાર્ટમેન્ટની અગાસી ઉપર બોલાવવામાં આવ્યા હતા અને ત્યારે ત્યાં વિશાલભાઈ તેના માતા સવિતાબેન અને તેના પત્ની શોભનાબેન અગાસી ઉપર ગયા ત્યારે તેઓને આરોપીઓએ ભૂંડા બોલી ગાળો આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ વિશાલ ઘોડાસરાએ તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી કરીને ભોગ બનેલા નરેન્દ્રભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીક શરૂ કરી છે
હાર્ટ એટેકથી મોત
મોરબીના એસપી રોડ ઉપર આવેલ ઇડન ગાર્ડન ખાતે ડી-વિંગમાં રહેતા દિનેશચંદ્ર મોહનભાઈ ઘાટોડીયા (62) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે તેઓને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે તેમના ભાઈ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેમ જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ મૃતકના ભાઈ દયાળજીભાઈ મોહનભાઈ ઘાટોડીયા (66) રહે. શ્યામ વાટીકા 502 સાધુ વાસવાની રોડ રાજકોટ વાળાએ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છ.