મોરબી જિલ્લા પંચાયતમાં 71.09 ટકા મતદાન: 3 પાલિકા-5 તાલુકા પંચાયત માટે ઉત્સાહ પૂર્વક મતદારોએ કર્યું મતદાન મોરબી મહાપાલિકાના મતોની વોર્ડ વાઇઝ ગણતરી માટે કેટલા ટેબલ? ,કેટલા રાઉન્ડ ?: જાણો અહી... મોરબી મહાપાલિકાની પ્રથમ ચુંટણીમાં 65.62 ટકા મતદાન: 177 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં કેદ, મતગણતરીને લઈને ભારે આતુરતા આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી I P Quiz ઈનોવેશન વિશે જાગૃકતા અને થ્રીડી પ્રિન્ટીંગ વિશે માહીતગાર કરાયા મોરબીમાં શ્રી ધકકાવાળી મેલડી માતાજી મંદિર દ્વારા કાલે નવમો સર્વજ્ઞાતી સમુહ લગ્ન યોજાશે, 21 નવ દંપતિઓ લગ્નગ્રંથીએ જોડાશે 27 એપ્રિલે નેસડા (સુ.)માં આઈ શ્રી શેખ-કામઈ માતાજી મંદિરની ભવ્ય પુનઃપ્રાણ પ્રતિષ્ઠા યોજાશે લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને શ્રી રામ કબૂતર ઘર ટ્રસ્ટ દ્વારા બર્ડ કેર પ્રોજેકટ યોજવામાં આવ્યો મોરબીના ઉંચી માંડલ કેનાલમાં લપસી પડેલા યુવાનનો ત્રીજા દિવસે મૃતદેહ મળ્યો
Breaking news
Morbi Today

મોરબી : પોતાના ઘરમાં જીવન ટુકાવવાનો પ્રયાસ કરનાર યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE













મોરબીમાં પોતાના ઘરમાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન રાજકોટ સારવારમાં

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા યુવાને કોઈ કારણોસર પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને હાલમાં તે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર છે આ બનાવાની એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા કનુભાઈ આલાભાઇ ચાવડા જાતે લુહાર (31) નામના યુવાને પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર તા. 25/9 ના સવારે 10:00 વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે યુવાનને વધુ સારવાર માટે રાજકોટની સરકારી ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એમ.એચ. વાસાણી દ્વારા કરવામાં આવેલ છે અને યુવાને ક્યાં કારણોસર આ પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે

યુવતી સારવારમાં

હળવદના રમેશભાઈ તારબુદીયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉર્મિલાબેન ચીકુભાઈ નાયક (17) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર વાડીએ હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ સ્થાનિક હોસ્પિટલ લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ અંગેની યુવતીના પરિવારજન દ્વારા હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનને માર માર્યો

થાનના ધારેશ્વર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ રવજીભાઈ વાઘેલા (23) નામના યુવાનને વાંકાનેરના મિલ પ્લોટ વિસ્તારમાં રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે સામેવાળા અજાણ્યા માણસો દ્વારા ઝઘડો કરીને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માર માર્યો

ટંકારામાં રમેશભાઈ ભરવાડના મકાનમાં રહેતા વિવેકસિંહ અભિમન્યુસિંહ રાજપૂત (22) નામનો યુવાન તેના ઘર પાસે હતો ત્યારે સામેવાળા કાળુભાઈએ ઝઘડો કરીને પાવડાના હાથા વડે તેને માર માર્યો હતો જેથી યુવાનને ઇજા થતાં સારવાર માટે પ્રથમ ટંકારા અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી તેને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે અને આ બનાવ અંગેની ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News