મોરબી અને વાંકાનેરમાં અપમૃત્યુના ત્રણ બનાવ: પરણીતા, આધેડ અને વૃદ્ધનું મોત મોરબીના બાયપાસ રોડ ઉપર રહેણાંક મકાનમાંથી દારૂની 72 બોટલ ઝડપાઈ, આરોપીની શોધખોળ મોરબીના લાલપર ગામે હોટલે સમાધાન કરવા આવેલા ચાર શખ્સોએ હોટલના માલિક સહિત બે વ્યક્તિઓને પાઇપ વડે મારમાર્યો મોરબીના ગાળા અને બહાદુરગઢ ગામના પાટીયા પાસે જુદા જુદા વાહનોમાંથી કુલ મળીને 970 લીટર ડીઝલની ચોરી મોરબીમાં સોલાર ફીટ કરવાનું કહીને વૃદ્ધ સાથે ઠગાઈ: એ ડિવિઝનમાં ગુનો નોંધાયો ટંકારાના સજનપર ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ રજૂ કર્યો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ, વાલીઓએ સહિતના ગ્રામજનો મંત્રમુગ્ધ મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વરમાં ખુની હુમલો, એટ્રોસીટી અને છેડતીના ગુનામાં પકડાયેલા બે આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











મોરબીના રફાળેશ્વરમાં ખુની હુમલો, એટ્રોસીટી અને છેડતીના ગુનામાં પકડાયેલા બે આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના રફાળેશ્વર ગામમાં થયેલ ચક્યારી ખુની હુમલો અને એટ્રોસીટીના ગુન્હાના આરોપીઓને પકડવામાં આવેલ હતા તે આરોપી ધર્મેશ ઉર્ફે ભુરો કીશોરભાઈ સુમેસરા તથા સંદીપ ઉર્ફે દીપભા ભુપતભા ગઢવીના જામીન માટેની મોરબીના એડી. પ્રિન્સી, ડીસ્ટ્રી, એન્ડ સેસન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીઓના શરતી જામીન મંજુર કરવામાં આવેલ છે.

મોરબી તાલુકા પોલીસમાં એવી ફરીયાદી હતી કે, ફરીયાદીના દીકરાની ક્રેટા કાર અગાઉ ઝગડો થતાં નુકશાન થયેલ હોય જે કારને વિમામાં રીપેરીંગ કરવા માટે આરોપી ધર્મેશ ઉર્ફે ભુરો ના બનેવી સાણંદભાઈને આપેલ હોય જે કાર રીપેર થઈ જતાં વીમા કંપની તરફથી રૂપીયા ઓછા મળતાં તે બાબત સાણંદભાઈ સાથે વાતચીત કરતા તેનો ખાર રાખી આરોપી ધર્મેશ ઉર્ફે ભુરોએ ફરિયાદીના ધર પાસે પોતાની ગાડીમાં પીસ્તોલ જેવા હથીયાર લઈ આવી અને તેની પાછળ કાળા કલરની બોલેરો ગાડીમાં લાકડાના ધોકા, છરી, ધારીયા, લોખંડના પાઈપ જેવા હથીયાર લઈ બાકીના આરોપીઓ આવ્યા હતા તથા બીજી એક લાલ કલરની ગાડીમાં છરી લઈને અન્ય આરોપીઓ આવ્યા હતા 

આરોપીઓએ જીવલેણ હથીયારો ધારણ કરી એક સંપ કરી ફરીયાદીના ધર પાસે આવી આરોપી સંદીપ ઉર્ફે દીપભાએ ફરીયાદીની છેડતી કરી હતી અને જમણા પગના ટીંચણ પાસે છરી મારી તથા ડાબા હાથના બાવળે સામાન્ય ઈજા કરી હતી તેમજ સાહેદ મનહરભાઈને આરોપી નં.૭નાએ વાસાના ભાગે તથા ડાબા હાથના બાવળે છરી મારી ઈજા કરી તથા ફરીયાદીના પતી આરોપી ધર્મેશ ઉર્ફે ભુરો એ રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નખવાની ધમકી આપેલ છે અને જાનથી મારી નાખવાના ઈરાદે ગાડી માથે ચડાવાનો પ્રયાસ કર્યો હતો અને ફરીયાદીના દીકરી બચાવવા વચ્ચે પડતાં તેને માથામાં મુંઢ ઈજા થયેલ હતી અને આરોપીઓએ ફરીયાદીના એકટીવામાં નુકશાન કરી હતી જે ગુનામા આરોપીની ધરપકડ કરેલ હતી.

ત્યાર બાદ આરોપી ધર્મેશ ઉર્ફે ભુરો કીશોરભાઈ સુમેસરા તથા સંદીપ ઉર્ફે દીપભા ભુપતભા ગઢવીએ મોરબીના સીનીયર વકીલ દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર સેસન્સ કોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ હતી અને આરોપીઓ તરફે વકીલે દલીલ કરી હતી કે, આ કામના અન્ય આરોપીઓ બનાવ સ્થળે હાજર ન હોવા છતાં પણ તેમને ખોટી રીતે બનાવમાં ફીટ કરી દીધેલ છે અને આ કામના ફરીયાદી પણ ગુનાહીત ઈતીહાસ ધરાવે છે અને આવી ખોટી હકીકતો બનાવીને ખોટી ફરીયાદ કરવા ટેવાયેલા છે આ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીના વકીલની દલીલ માન્ય રાખીને આરોપીઓના શરતી જામીન મંજૂર કરેલ છે. આ કેસમાં આરોપીના વકીલ તરીકે દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, જે.ડી. સોલંકી, રવી ચાવડા, દિપ ઝીઝુવાડીયા, ક્રીષ્ના જારીયા, ઉષા બાબરીયા રોકાયેલા હતા.






Latest News