મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ: બાળક, મહિલા અને યુવાનનું મોત


SHARE









મોરબી, વાંકાનેર અને હળવદ તાલુકામાં અપમૃત્યુના ત્રણ બનાવ: બાળક, મહિલા અને યુવાનનું મોત

મોરબી તાલુકાના રંગપર ગામ પાસે ઝૂંપડા નજીક આવેલ વીજપોલ પાસે રમતા બાળકને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન તે બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે વાંકાનેરના નવા ધમલપર ગામે ઝેરી દવા પી જવાથી યુવાનનું મોત નીપજ્યું છે અને હળવદ તાલુકાના માલણીયાદ ગામે રહીને મજૂરી કામ કરતી મહિલા અને બીમારી સબક રાજકોટ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને ત્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં સોમનાથ પેટ્રોલ પંપ સામેના રસ્તા ઉપર નવઘણભાઈના ઝૂંપડા પાસે રહેતા સવજીભાઈ વાજવેલીયાના 7 વર્ષના દીકરા લવજી ઉર્ફે રવજીને ગત તા. 1/3 ના રોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં વીજ પોલ પાસે ઈલેક્ટ્રીક શોટ લાગી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે બાળકનું મોત નિપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેર નજીક આવેલ નવાધમલ પર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ધરમશીભાઈ ભરતભાઈ અબાસણીયા (32) એ કોઈ કારણોસર ગઈકાલે રાતના સવા આઠેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે હળવદ તાલુકાના માલણીયાદ ગામની સીમમાં ભાવેશભાઈ પરમારની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા સુમનીબેન મહેન્દ્રભાઈ નાયકા (20) નામની મહિલાને બીમારી માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જે બનાવની મૃતક મહિલાના પતિ મહેન્દ્રભાઈ નાયકા (25) રહે. હાલ માલણીયાદ વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News