મોરબી એ ડિવિઝન પોલીસે 25 મોબાઈલ-બે બાઇક મૂળ મલીકને પરત આપવામાં આવ્યા
SHARE
મોરબી એ ડિવિઝન પોલીસે 25 મોબાઈલ-બે બાઇક મૂળ મલીકને પરત આપવામાં આવ્યા
મોરબી શહેરમાંથી જુદાજુદા લોકોના મોબાઈલ ફોન ખોવાઈ કે ચોરાઇ ગયા હોય તેમના દ્વારા અરજી આપવામાં આવી હતી જેના આધારે પોલીસ દ્વારા મોબાઇલ શોધવામાં આવી રહ્યા હતા અને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કેર પોર્ટલના ઉપયોગથી મોરબીના 25 જેટલા લોકોના મોબાઈલ ફોન શોધી આપવામાં આવેલ છે તેમજ બે બિનવારસી બાઇક તેના મૂળ મલીકને શોધીને પાછા આપવામાં આવેલ છે આમ કુલ મળીને 5,15,833 નો મુદામાલ એ ડિવિઝનના પીઆઇ હકૂમતસિંહ જાડેજા અને સર્વેલન્સ સ્ટાફના અનાર્મ એએસઆઈ રાજદીપસિંહ રાણા સહિતની ટિમ દ્વારા મૂળ મલીકને પરત આપીને સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવ્યું છે.