ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદોની જાણ બહાર ચૂંટણી-સાધારણ સભા યોજાઇ ગઈ !
SHARE
ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદોની જાણ બહાર ચૂંટણી-સાધારણ સભા યોજાઇ ગઈ !
ટંકારા તાલુકાનાં નાનારામપર ગામે આવેલ સેવા સહકારી મંડળીના સભાસદોને જાણ કર્યા વગર જ સેવા સહકારી મંડળીની ખોટી ચૂંટણી ! તથા સાધારણ સભા યોજાઈ હતી અને આ બાબતે જિલ્લા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે અને આ વ્યવસ્થાપક કમિટીને દૂર કરવા માટેની માંગ કરવામાં આવેલ છે.
ટંકારાના નાનારામપર ગામે સેવા સહકારી મંડળીના સભાસદો દ્વારા રજિસ્ટ્રારને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણી કોઈ જ સભાસદોને જાણ કર્યા વગર કે જિલ્લા રજિસ્ટ્રારની જાણ વગર ગત તા. 26/2 થી 2/3 વચ્ચે કરવામાં આવી હતી. જો કે, ખરેખર આ ચૂંટણી મે-2024 માં કરવાની હતી. તેમજ તારીખ 28/4/2024 ના રોજ સાધારણ સભા પણ બોલાવી હતી. જેમાં 51 સભાસદો હાજર રહ્યા હતા. અને તેઓએ ખોટી ચૂંટણીને બહાલી આપતો ઠરાવ કર્યો છે. ખરેખર આવી કોઈ સભા મળી જ નથી. જેથી કરીને જે લોકોના નામ લખેલા છે તેમાંથી 22 સભાસદોએ લેખિતમાં રજૂઆત કરેલ છે અને કહ્યું છે કે, આવી કોઈ ચૂંટણીની પ્રક્રિયા કે સાધારણ સભાની જાણ કરવામાં આવેલ નથી જેથી કરીને યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને ચૂંટણી બાબતે વારંવાર જિલ્લા રજિસ્ટ્રાર તથા મંડળીના પ્રમુખ અને મંત્રીને લેખિતમાં આપીને મંડળીની ચૂંટણી લોકશાહી ઢબે બધા જ સભાસદોને જાણ કરીને કરવામાં આવે તેવી જિલ્લા રજિસ્ટ્રાર સહિતનાઓની સમક્ષ માંગ કરી છે અને ખોટી ચૂંટણી અને સાધારણ સભા કરવામાં આવી તે બાબતે તાત્કાલીક પગલાં લઈને હાલની વ્યવસ્થાપક કમિટીને દૂર કરીને કસ્ટોડીયન નિમવાની માંગ કરી છે.









