વાંકાનેર શહેરમાં જુદીજુદી બે કારમાંથી દારૂની 472 બોટલ મળી, 11.09 લાખના મુદામાલ સાથે 3 શખ્સ પકડાયા: એકની શોધખોળ મોરબીના જોધાપર ગામ પાસે બનાવવામાં આવેલ નમો વનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી ગુજરાત ટાઇટન્સે જુનિયર ટાઇટન્સની ત્રીજી આવૃત્તિના મોરબી લેગનું સમાપન કર્યું મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને વિમારાશી મળી એકાદ સપ્તાહમાં નવાજૂનીના એંધાણ: મોરબી-રાજકોટ જિલ્લા સહિત રાજ્યમાં 5 થી 6 જિલ્લાના ભાજપના પ્રમુખોને બદલવા તૈયારી મોરબી : ફોનમાં વાત કરતા કરતા હાથ-પગ શેકવા જતા મહિલા દાઝી ગઈ મોરબીનો સિરામિક ઉદ્યોગ ગુજરાત નહીં પરંતુ ભારતનું ગૌરવ: વિકાસ કામોના લોકાર્પણ-ખાતમહુર્ત પ્રસંગે અધિકારીઓ-પદાધિકારીઓને મહત્વપૂર્ણ ટકોર કરતાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ટાઈટન દ્વારા આયોજીત રમતોત્સવમાં મોરબીની માધાપરવાડી કન્યા શાળાની બાળાઓએ મજા માણી
Breaking news
Morbi Today

મોરબી બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો


SHARE











મોરબી બી.આર.સી. ભવન ખાતે પ્રાથમિક વિભાગનો તાલુકા કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

સી.આર.સી.કક્ષાના કલા ઉત્સવમાં પ્રથમ આવેલ વિજેતાઓ કુલ 72 સ્પર્ધકોએ બી.આર.સી. ખાતે તાલુકા કક્ષાના કલા મહોત્સવમાં ભાગ લીધો હતો. જેમાં 'ગરવી ગુજરાત' થીમ આધારિત સગીત ગાયન, સંગીત વાદન, ચિત્ર, બાળકવિ એમ ચાર વિભાગમાં બાળકોએ પોતાની કલાનું કસબ બતાવ્યું હતું. આ સ્પર્ધાઓમાં નિર્ણાયક તરીકે ગાયન સ્પર્ધામાં વરસડા ભાવેશભાઈ, દેથરિયા સુનિલભાઈ, ગઢવી હરેશદાન તથા વાદન સ્પર્ધામાં માકાસણા વિવેકભાઈ, મારું ભાવિનભાઈ, મિસ્ત્રી ગૌરવભાઈ તથા ચિત્ર સ્પર્ધામાં દલસાણિયા કમલેશભાઈ, દેલવાડિયા બાબુલાલ, બાવરવા ચંદ્રકાન્તભાઈ તેમજ બાળકવિ સ્પર્ધામાં બાપોદરિયા સંજયભાઈ, પરમાર રાજેશભાઈ, કવિ જલરૂપે સેવા આપી હતી. આ તકે ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે ડાભી દર્શના કિશોરભાઇ(માધાપર પ્રાથમિક શાળા), બાળકવિ સ્પર્ધામાં પરમાર હેન્સી દિલીપભાઇ (ખારીવાડી પ્રાથમિક શાળા), સંગીત ગાયન સ્પર્ધામાં ત્રિવેદી અનેરી શ (સાર્થક વિધા મંદિર), સંગીત વાદન સ્પર્ધામાં હરણીયા જીલ જિતન્દ્ર ભાઈ (એમ. જે. મેહતા સસ્વતી વિધામંદિર ) વિજેતા થયેલ છે. તેઓ હવે જિલ્લા કક્ષાએ ભાગ લેશે. આ કાર્યક્રમમાં બી.આર.સી. કોર્ડિનેટર ચિરાગભાઈ આદ્રોજાએ કલા ઉત્સવ વિશે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. અને ત્યાર બાદ વિજેતા ત્રણ ત્રણ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને રોકડ ઈનામ તથા તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કૉ. શૈલેષભાઈ કાલરિયાએ કર્યુ હતું. આ કાર્યક્રમનને સફળ બનાવવા સી.આર.સી.કો. ટીમના ચેતનભાઈ, બાબુલાલ, રાજેશભાઈ, મહાવીરસિંહ, ઉમેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઈ, નેહલબેન, દેવાયતભાઈ, ચંદ્રકાન્તભાઈએ જહેમત ઉઠાવી હતી.






Latest News