મોરબી પાલિકાની ટીમે વેપારીઓની દુકાનોમાંથી પ્રતિબંધિત 400 કિલો પ્લાસ્ટિકનો જથ્થો પકડાયો
મોરબી જીલ્લામાં નવરાત્રીમાં મહિલાઓની સલામતી માટે નવ સી-ટીમ તૈયાર: 700 જવાન ખડપગે
SHARE
મોરબી જીલ્લામાં નવરાત્રીમાં મહિલાઓની સલામતી માટે નવ સી-ટીમ તૈયાર: 700 જવાન ખડપગે
મોરબી જિલ્લામાં નવરાત્રિને ધ્યાને રાખીને પોલીસે તમામ તૈયારીઓ કરી લીધેલ છે અને ઠેર ઠેર પ્રાચીન અને અર્વાચીન ગરબામાં વોચ રાખવા માટે નવ સી-ટિમ બનાવેલ છે તે સહિતની માહિતી આપવા માટે મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ પત્રકાર પરિષદ યોજાઇ હતી.
મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીએ માહિતીને આપતા જણાવ્યું હતું કે, નવરાત્રિ મહોત્સવને ધ્યાને રાખીને પોલીસે તમામ તૈયારીઓ કરી લીધેલ છે. અને ગરબી તેમજ ગરબાના આયોજકોની સાથે મિટિંગ પણ કરી લેવામાં આવેલ છે. અને તમામ જગ્યાએ સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે તેના માટેની સૂચનાઓ આપી દેવામાં આવેલ છે. ખાસ કરીને નવરાત્રિ દરમ્યાન કોઈ બનાવ ન બને તેના માટે 10 પીઆઈ, 24 પીએસઆઈ, 300 જેટલા પોલીસ જવાન અને 350 જેટલો અન્ય સ્ટાફ આમ કુલ મળીને 700 પોલીસ બંદોબસ્તમાં હશે અને મહિલો તેમજ બાળકોની સલામતિને ધ્યાને રાખીને જીલ્લામાં કુલ મળીને નવ સી-ટીમ બનાવવામાં આવી છે તે ઉપરાંત સિવિલ ડ્રેસમાં પણ પોલીસ ગરબા અને ગરબીના જશે અને કોઈ શંકાસ્પદ હિલચાલ કે પછી પ્રશ્ન હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માટે એસપી દ્વારા અપીલ કરવામાં આવી છે.