દ્વારકામાં યોજાયેલ શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠપાઠ સ્પર્ધામાં મોરબીનો ૠષિકુમાર પ્રથમ ક્રમે વિજેતા મોરબીમાં અપહરણ-પોકસોના ગુનામાં પડકાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ આગામી સમયમાં આવી રહેલ પોલીસની ભરતી માટે મોરબીમાં ફ્રિ ફિટનેશ ટ્રેનિંગ કેમ્પ યોજાશે જુકેગા નહીં: મોરબીમાં મુકાય સ્ટ્રેટ લાઇટનો પોલ તૂટી પડ્યો તો પણ લાઇટ ચાલુ ! હળવદ નજીક સેડમાં ટ્રક ઊભો રાખીને લોખંડના સળિયાની ચોરી: 35.90 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ, બેની શોધખોળ મોરબીમાં કાલે ઝાલાવાડ કડવા પાટીદાર કેળવણી મંડળનો 22 મો સ્નેહ મિલન-ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજાશે મોરબીમાં ઘરે એસિડ પી ગયેલ સગીરને રાજકોટ સારવારમાં ખસેડાયો મોરબી નજીક આવેલ નેક્ષસ સિનેમા પાસેથી કિંમતી મોબાઈલ ફોનની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ખોટા નામ, ખોટા સરનામા, ખોટા ફોન નંબર અને બનાવટી પોલીસી ઉભી કરીને વૃદ્ધા સાથે ચાર લાખની છેતરપિંડી


SHARE











મોરબીમાં ખોટા નામ, ખોટા સરનામા, ખોટા ફોન નંબર અને બનાવટી પોલીસી ઉભી કરીને વૃદ્ધા સાથે ચાર લાખની છેતરપિંડી

મોરબીના શક્તિ પ્લોટ વિસ્તારમાં રહેતા વૃદ્ધને એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના નામે ખોટા દસ્તાવેજો અને પુરાવા ઊભા કરીને વિશ્વાસમાં લેવા આવ્યા હતા અને ત્યારબાદ તેની સાથે ચાર લાખ રૂપિયાની ઉચાપત કરીને છેતરપિંડી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ મહિલા દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સના નામ જોગ છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના શક્તિ પ્લોટ વિસ્તારમાં કીર્તિ કુંજ ખાતે રહેતા દમયંતીબેન દિનેશભાઈ (61) નામના વૃદ્ધાએ અનિલભાઈ પટેલ મોબાઈલ નંબર 97235 38646, 80009 39684 અને 84695 29475 તથા દિલ્હીથી સંપર્ક કરનાર અજાણ્યા શખ્સની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા. 1/5/ 13 થી 28/11/13 દરમિયાન તેની સાથે એસબીઆઇ લાઇફ ઇન્શ્યોરન્સના નામે ખોટા દસ્તાવેજો અને પુરાવા ઊભા કરીને છેતરપિંડી કરવામાં આવી છે અને તેની નાણાંની બચતના 4,00,000 ની ઉચાપત કરી ખોટા નામ, ખોટા સરનામા, ખોટા ફોન નંબર આપીને બનાવટી પોલીસી ઉભી કરીને ખોટા દસ્તાવેજો બનાવી બોગસ એજન્ટ બનાવીને કાવતરું રચીને તેની સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવી છે જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં વૃદ્ધાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે અને આ અંગેની આગળની વધુ તપાસ પી.એસ.આઇ. સી.એમ. કરકર અને પ્રભાતભાઈ ગોહિલ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીમાં ઉમા ટાઉનશીપ પાસેથી હિતેન્દ્રસિંહ કૃષ્ણસિંહ જાડેજા (45) નામનો યુવાન પોતાનું બાઈક લઈને પસાર કર્યો હતો અને ઉમા ટાઉનશિપ પાસે આવેલ ઉમા સ્કૂલ બાજુ જઈ રહ્યો હતો દરમિયાન તેના બાઇકની આડે કૂતરું આવ્યું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના વિસ્તારમાં જલજલા પાન પાસે રહેતા અનિતાબેન વિરમગામ (27)ને જયશ્રીબેન દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસ ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધ સારવારમાં

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે રહેતા અહમદઅલી દેકાવડીયા (73) નામના વૃદ્ધ દરગાહ પાસેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો અને ઇજા પામેલા વૃદ્ધને મોરબીમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પ્રથમ મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા માટેની કવાયત હાથ ધરાઈ છે.




Latest News