હળવદના ડુંગરપુર ગામની સિમમાંથી દેશીદારૂ બનાવવાનો ૬૦૦ લીટર આથો-દેશીદારૂ ઝડપાયો
SHARE
હળવદના ડુંગરપુર ગામની સિમમાંથી દેશીદારૂ બનાવવાનો ૬૦૦ લીટર આથો-દેશીદારૂ ઝડપાયો
હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી.વ્યાસની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે ત્યારે ડિસ્ટાફની ટીમના એ.એન.સિસોદીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે બાતમી આધારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની સિમમાં બે અલગ અલગ જગ્યાએથી દેશી પિવાનો દારુ બનાવવાનો આથો કુલ લીટર ૬૦૦ જેની કિંમત ૧૫,૦૦૦ તથા દેશીદાર ૨૧ લીટર જેની કિંમત ૪,૨૦૦ આમ કુલ મળીને ૧૯,૨૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો જો કે, રેડ કરી હતી ત્યારે આરોપી હાજર ન હતા અને આ બંને ભઠ્ઠી ગેલાભાઇ ભાવેશભાઈ કોળી અને પ્રકાશભાઇ ભુપતભાઇ કોળી રહે. બંને ડુંગરપુર તાલુકો હળવદ વાળાની હોવાની સામે આવ્યું હતું જેથી તેની સામે ગુનાના નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.