મોરબીમાં વેકેશનમાં ખરેખર ખાનગી શાળા ચાલુ છે કે કેમ તેની તપાસ થશે: અધિકારી મોરબીના માજી ધારાસભ્ય અને માજી મંત્રી મેરજાએ પદ્મશ્રી દયાળ મુનિને ભાવાંજલિ પાઠવી મોરબીમાં કાલે ગુરુનાનક જયંતીની હર્ષોલ્લાસ સાથે કરાશે ઉજવણી મોરબીમાં પંચમુખી હનુમાનજી મંદિરે રાહતદરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરાશે ચાર વેદોનું ગુજરાતી ભાષાંતર કરનારા મોરબી જિલ્લાના ટંકારાના રહેવાસી પદ્મશ્રી આચાર્ય દયાળજી મુનિ પંચમહાભૂતમાં વિલીન મોરબી જિલ્લાના ખેડૂતો માટે ઘન જીવામૃત-જીવામૃતના વપરાશની માર્ગદર્શિકા જાહેર હળવદના કડીયાણામાં સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકડાયરો યોજાયો મોરબી જિલ્લામાં આગામી તા. ૧૭, ૨૩ અને ૨૪ નવેમ્બરે મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેર નજીકના ટોલનાકા પાસે જીવડુ કરડી જતા સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત


SHARE





























વાંકાનેર નજીકના ટોલનાકા પાસે જીવડુ કરડી જતા સારવારમાં ખસેડાયેલ વૃદ્ધનું મોત

વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક વૃદ્ધને અજાણ્યુ જીવડુ કરડી જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસીને પછી મૃત જાહેર કર્યા ત્યાર બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરી હતી.

વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક વાંકાનેરની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા સુરેશભાઈ સોમાભાઈ સોલંકી (64) રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં ટોલનાકા પાસે હતા ત્યારે ઝેરી જીવડું કરડી ગયું હોવાના કારણે તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.

યુવાન સારવારમાં

હળવદમાં રહેતા વસંતભાઈ કેસિંગ નાયક (45) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં પ્રથમ હળવદની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને લાવ્યા છે અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવેલ છે જોકે, બનાવ હળવદની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે

બાળક સારવારમાં

મોરબીના લીલાપર ગામે રહેતા અભિષેક શ્યામસુંદર રાજપૂત (15) નામના બાળકને રોહેલ પ્રાઇવેટ લિમિટેડ નામના કારખાનામાં હતો ત્યારે ત્યાં સાપ કરડી ગયો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે














Latest News