મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવેલ ૨૪.૦૯ લાખની વિડ્રો કરી લેનારા બે શખ્સ સામે ફરિયાદ નોંધાઈ: મોરબીમાંથી બે બાઇકની ચોરી મોરબીની ત્રાજપર ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત થતા યુવાનનું મોત: મોરબીના વિસીપરામાં જાહેર જુગાર રમતા સાત ઝડપાયા એસએમસીના ધામા: ટંકારાના બંગાવડી પાસેથી 3072 બોટલ દારૂ ભરેલ ટ્રક સાથે બે ઝડપાયા, રાજકોટના બે સહિત 8 ની શોધખોળ મોરબીના યુવાન અને તેના મિત્રો સાથે વિદેશ ટુરની ફેમિલી ટિકિટના નામે 15.47 લાખની છેતરપિંડી વાંકાનેરના જીનપરામાં ઘરમાંથી દારૂની નાની મોટી 61 બોટલ સાથે એક પકડાયો હળવદ માળીયા હાઇવે રોડ ઉપર નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી મહિલાનું મોત આમ કેમ કહેવું સલામતીની સવારી એસટી અમારી: મોરબી નજીક ટ્રેક્ટર લોડરમાં એસટીની બસ ધડાકાભેર અથડાઈ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર દ્વારકાધીશ હોટલમાંથી 9.48 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 80 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: બીજી ત્રણ રેડમાં 11 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ


SHARE











મોરબીમાં ઘરમાંથી દારૂની નાની-મોટી 80 બોટલ ઝડપાઇ, આરોપીની શોધખોળ: બીજી ત્રણ રેડમાં 11 બોટલ દારૂ સાથે બે પકડાયા, એકની શોધખોળ

મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની મોટી 80 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 12,460 રૂપિયાની કિંમતના દારૂના જથ્થાને કબજે કર્યો હતો અને રેડ દરમિયાન આરોપી હાજર ન હોય તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના વીસીપરામાં આવેલ ગુલાબનગરમાં સ્કૂલની પાછળ રહેતા અવેશભાઈ પીલુડિયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 72 તથા મોટી 8 આમ કુલ મળીને 80 બોટલો મળી આવતા પોલીસે 12,460 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી ઘરે હાજર ન હોય હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઓવેશભાઇ ગફુરભાઈ પીલુડિયા રહે. વીસીપરા ગુલાબનગર શ્રીમતી સ્કૂલ પાછળ ધોબીના મકાન સામે મોરબી વાળાની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે ચક્રોગતિમાન કર્યા છે

6 બોટલ દારૂ

મોરબીના લીલાપર રોડ ઉપર ખડીયાવાસમાં આવેલ રહેણાંક મકાનની બાજુમાં ખુલ્લી જગ્યામાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને છ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 1,390 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી દેવરાજભાઈ બાબુભાઈ છુસીયા જાતે રાજપૂત (25) રહે. લીલાપર રોડ ખડીયાવાસ મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આ શખ્સની પાસેથી મળી આવેલ દારૂની બોટલો ક્યાંથી આવી હતી તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

ત્રણ બોટલ દારૂ

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ સામે નંબર પ્લેટ વગરનું એકટીવા લઈને નીકળેલા શખ્સનાં એકટીવાને ચેક કરતા તેની પાસેથી દારૂની ત્રણ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે 900 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જો કે, આરોપી હાજર ન હોય કિશન ઉર્ફે છોટુ હિતેશભાઈ ડાભી રહે. માધાપર શેરી નં-13 મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બે બોટલ દારૂ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ચોકડી પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 1,372 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી મહાવીરસિંહ છત્રપાલસિંહ ઝાલા (27) રહે. રફાળેશ્વર તાલુકો મોરબી વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ કરવામાં આવી છે આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.






Latest News