મોરબીમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત યોજનાર કાર્યક્રમ માટે ડીડીઓની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં એક પખવાડિયા સુધી સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત શિબિરો યોજાશે મોરબી: S.G.F.I. જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધામાં વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓનો દબદબો ગુજરાત ગુરૂ બ્રાહમણ સમાજ મોરબી જીલ્લા ઘટક દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે ભાગવત કથાનું રસપાન કરતા પૂર્વ રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ મેરજા ભારત વિકાસ પરિષદ દ્રારા મોરબીની શિશુ મંદિર શાળામાં રાષ્ટ્રીય સમુહગાન સ્પર્ધા-ભારત કો જાનો કાર્યક્રમ યોજાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બુધવારે મોરબીમાં દસ લાખ વૃક્ષોથી તૈયાર થયેલ વનનું લોકાર્પણ કરશે મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ટેટ સંબંધિત સુપ્રીમ કોર્ટના ચુકાદાથી પ્રભાવિત થનાર શિક્ષકોની સેવા–સુરક્ષા માટે પ્રધાનમંત્રીને હસ્તક્ષેપ કરવા આવેદન અપાયું
Breaking news
Morbi Today

હળવદમાં પત્નીના પ્રેમીની તેના જ ઘરમાં નિર્મમ હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ


SHARE













હળવદમાં પત્નીના પ્રેમીની તેના જ ઘરમાં નિર્મમ હત્યા કરનાર આરોપી પતિની ધરપકડ

હળવદના પંચમુખી ઢોર વિસ્તારમાં રહેતો યુવાન તેના ઘરે ફળિયાના ખાટલામાં સૂતો હતો ત્યારે માથાના ભાગે બોથાડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી હતી. અને તે બનાવમાં મૃતક યુવાનના પિતાએ તેના જ ઘર પાસે રહેતા શખ્સની સામે ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પત્નીના પ્રેમીની હત્યા કરનારા આરોપી પતિની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદનાં પંચમુખી ઢોરા વિસ્તારનામાં રહેતો કાળુભાઇ ધીરૂભાઇ ઝીંઝુવાડીયા (65)એ હાલમાં ભરતભાઇ બાબુભાઇ દેવીપુજક રહે. લીયા તાલુકો મુળી જીલ્લો સુરેન્દ્રનગર વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છેકે, ફરિયાદીનો દીકરો સુખદેવભાઈ ઉફે સુખો કાળુભાઈ ઝિઝુવાડીયા (33) રવિવાર રાત્રીના સમયે તેના ઘરના ફળિયામાં ખાટલામાં સૂતો હતો ત્યારે તેના માથાના ભાગે બોથડ પદાર્થ મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી જેથી યુવાનના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને મૃતકના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી ભરતભાઇ બાબુભાઇ દેવીપુજક રહે. મૂળ લીયા ગામ વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે. આ બનાવની પોલીસ પાસેથી વધુમાં મળેલ માહિતી મુજબ મૃતક યુવાનને આરોપીની પત્ની સાથે પ્રેમ સબંધ હતો અને તેની જાણ આરોપીને થઈ ગયેલ હતી જેથી કરીને તે વાતનું મનદુખ રાખીને આરોપીએ યુવાન તેના ઘરના ફળિયામાં સૂતો હતો ત્યારે નિદ્રાધીન અવસ્થામાં જ તેના ઉપર હુમલો કર્યો હતો અને માથાના ભાગે બોથડ પદાર્થના ઘા મારીને તેની નિર્મમ હત્યા કરી નાખી હતી હાલમાં હત્યાના આ ગુનામાં પોલીસે આરોપીને પકડીને તેના રિમાન્ડ લેવા માટે કાર્યવાહી શરૂ કરી છે.




Latest News