મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો


SHARE









માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો

માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો જેને પોલીસ દ્વારા રોકવામાં આવ્યો હતો અને તેની પાસે બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસે હતા નહીં જેથી પોલીસે આગવી ઢબે તેની પૂછપરછ કરતા આ પાસેથી ચોરાઉ બાઈક અને એકટીવા મળી આવતા બંને વાહનોને કબજે કર્યા હતા અને પોલીસ આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલની સુચના મુજબ સ્ટાફ દ્વારા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દરમિયાન માળિયા તાલુકાના કાજરડા ગામ તરફ જવાના રસ્તા ઉપરથી શંકાસ્પદ હાલતમાં એક શખ્સ બાઇક લઈને પસાર થઈ રહ્યો હતો જેને રોકીને પોલીસ દ્વારા તેની પાસેથી બાઈકના કાગળો માંગવામાં આવ્યા હતા જે તેની પાસેથી ન મળતા પોલીસે આ શખ્સની વધુ પૂછપરછ કરી હતી જેમાં આ શખ્સ પાસે રહેલું બાઈક તેને હળવદ તાલુકાના માથક ગામે પાદરમાં આવેલ જીઈબીના સબ સ્ટેશન પાસેથી ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું અને ત્યારબાદ આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેની પાસેથી મોરબી તાલુકાના જેતપર ગામેથી ચોરી કરેલ એક એકટીવા મળી આવ્યું હતું આમ ચોરી કરેલ બાઈક અને એકટીવા પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું અને આરોપી અસગરભાઈ રમજાનભાઈ મોવર (26) રહે. કાજરડા તાલુકો માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News