મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો


SHARE







વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો 

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા રાતીદેવડી ગામે અલફૈજ નામની નોનવેજની દુકાને યુવાન નોનવેજ વસ્તુ લેવા ગયો હતો.ત્યાં ઝઘડો બોલાચાલી થતા તેના ઉપર તેમજ તેની સાથે રહેલ સાહેદ ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કરવામાં આવ્યા હતા.જે બાબતે ફરિયાદ નોંધાવા પામેલ છે.

હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી કિશનભાઇ ધીરજભાઈ ગોરવાડીયા (૨૪) રહે.પેડક સોસાયટી દિગ્વિજયનગર વાંકાનેર વાળાએ સામેવાળા સોયબ તથા સોહિલ હાજીભાઈ તથા તેની સાથે રહેલા પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવતા જણાવ્યું હતું કે, પોતે તથા સાહેદ એમ બે યુવાનો સોયબની દુકાને નોનવેજ લેવા માટે ગયા હતા.ત્યારે આરોપીઓએ ફરિયાદી અને સાહેદને ગાળો આપી જાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા.અને નોનવેજ કાપવાના છરા જેવુ ધારદાર હથિયાર હાથમાં લઇ ફરિયાદીને કપાળના ભાગે મારી ઇજા કરી હતી તથા આરોપી પૈકીના સોહીલએ ગાળો આપી હોય તેને ગાળો આપવાની ના પાડવામાં આવતા સોયબ તથા સોહિલ અને તેની સાથેના પાંચ અજાણ્યા શખ્સોએ ગેરકાયદેસર મંડળી રચીને ફરિયાદી કિશન તથા સાહેદ ઉપર લાકડાના ધોકા તેમજ પાઇપ વડે હુમલો કરીને માર માર્યો હતો.ગાળો આપી હતી. અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ આ બાબતે પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા એસસીએસટી સેલના ડીવાયએસપી વી.બી.દલવાડીએ આ બાબતે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા કાશીપર ગામે રાતે સ્કૂલ પાસે મારામારી થઈ હતી.જેમાં સમાધાન માટે સ્કૂલ પાસે બોલાવ્યા બાદ પિતા-પુત્ર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.આ બાબતે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શૈલેષભાઈ ધીરૂભાઈ ધોરીયા કોળી નામના ત્રીસ વર્ષીય કાશીપરના રહેવાસી યુવાન દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં તેણે સામેવાળા રામજી વાઘાભાઇ ધોરીયા, ડાયાભાઇ વાઘાભાઇ, ગોપાલ મસાભાઇ અને મુકેશ વાઘાભાઇ રહે.ચારેય કાશીપર તા.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, સામેવાળા પૈકીના રામજી વાઘાભાઇ ધોરીયા તેમના મોટા બાપુની જમીન વેચવા માટે બતાવવા આવેલ ત્યારે બાજુમાં ફરિયાદીની જમીન આવેલી હોય અને તે જમીન પણ બતાવતા હોય ફરિયાદીએ પોતાની જમીન બતાવવાની ના પાડતા બોલાચાલી ઝઘડો થયો હતો. ત્યારબાદ ગામની શાળા પાસે રાત્રિના સમાધાન માટે બોલાવવામાં આવ્યા હતા.ત્યારે ફરિયાદી અને તેના પિતા ત્યાં ગયા હતા.ત્યારે સામેવાળાએ 'તું બહુ હવા કરતો હતો' તેમ કહીને ગાળો આપી હતી અને રામજીએ છાતીના ભાગે કુવાડી મારી હતી તથા સાથેના સહ આરોપી ગોપાલે માથાના ભાગે તેમજ મુકેશે કમરના ભાગે લાકડી મારી હતી અને આ દરમિયાન પોતાના પિતા છોડાવવા વચ્ચે પડતા તેમના પિતાને પણ ડાયા વાઘાએ જમણા હાથના ભાગે લાકડી મારી હતી. હાલ આ બાબતે ફરિયાદ નોંધાતા સ્ટાફના એચ.એ.ઝાલા દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.






Latest News