મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને કરાટેની સ્પર્ધાઓ યોજાઇ મોરબીના કલેકટરે મચ્છુ-૨ ડેમ ખાતે મત્સ્યોદ્યોગની કામગીરીનું કર્યું નિરીક્ષણ વાહ રે પારદર્શક વહીવટ: મોરબી મહાપાલિકામાં નાના બિલને મોટા બનાવીને ચૂકવી દેવાયા ! લોકલ ફોર વોકલ: સર્જનથી સમૃદ્ધિ ની થીમ મોરબી મહાપાલિકા દ્વારા સ્વદેશી મેળાનું આયોજન મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી
Breaking news
Morbi Today

માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત


SHARE









માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત

માળિયા તાલુકાના ઘાટીલા ગામે વાડી વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની દીકરીએ કોઈ કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે યુવતીનું મોત નીપજ્યું હતું જેથી કરીને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના ઘાટીલા ગામની સીમા વાડીએ રહીને મજૂરી કામ કરતા ભાવનાબેન ડેરસિંગ ધાનક (25) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે મનુભાઈ હરજીવનભાઈની વાડીએ હતી ત્યારે ત્યાં ઝેરી દવા પી લીધી હતી જેથી તે યુવતીને તાત્કાલિક સારવાર માટે જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવતીનું મોત નિપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જોકે યુવતીએ કયા કારણોસર અંતિમ પગલું ભર્યું છે તે બાબતની આગળની વધુ તપાસ વાસુદેવભાઈ નારણભાઈ સોનાગરા ચલાવી રહ્યા છે

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના કંડલા બાયપાસ જુની આરટીઓ કચેરી નજીક બાઇક સવાર યુવાનને ટ્રકના ચાલકે હડફેટે લીધો હતો.જે બનાવમાં શક્તિભાઈ શશીકાંતભાઇ અગ્રાવત (૪૨) રહે. વિરાટનગર મોરબીને ઇજા થયેલ હોય હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના હળવદ રોડ નીચી માંડલ ગામ પાસે આવેલ સેલ્ટોસ સિરામિકના લેબર કવાટરમાં રહીને મજૂરી કામ કરતા પરિવારની સીતાસિંગ ઉમાશંકરસિંગ નામની ૨૦ વર્ષની પરિણીતા કોઈ કારણોસર ફીનાઇલ પી લેતા તેણીને અત્રેની સરકારી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવી હતી.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એચ.આર.જાડેજા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.તેમજ મોરબીના રફાળેશ્વર ગામે થયેલ મારામારીના બનાવમાં મનોજભાઈ દેવાભાઈ ભાંભી નામના ૩૭ વર્ષના યુવાનને ઇજા થયેલ હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો. #morbi #મોરબી




Latest News