મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો


SHARE









વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેરના કણકોટ ગામે દુકાનની પાછળના ભાગમાં એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની અને મોટી કુલ મળીને 224 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 40 હજારનો મુદામાલ કબ્જે કરીને એક શખ્સની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી છે.

મોરબી જિલ્લા એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વાંકાનેરના કણકોટ ગામે સ્મશાનની બાજુમાં ક્રિષ્ના પાન પાર્લરની પાછળ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેથી પોલીસે ત્યાં જાહેર જગ્યા ઉપર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની નાની 202 અને મોટી 22 બોટલો મળી આવી હતી જેથી પોલીસે 224 બોટલ દારૂ જેની કિંમત 40,525 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અર્જુનસિંહ ગિરિરાજસિંહ ઝાલા (24) રહે. કણકોટ તાલુકો વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આરોપી અને મુદામાલ સોંપી દેવામાં આવેલ હતો ત્યાર બાદ પોલીસે તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી. જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી. ભટ્ટ અને વી.જી. માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.




Latest News