મોરબી: રૂપિયા માટે કૌટુંબીક ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
મોરબી જીલ્લામાં પ્રોપેન ગેસ, ડિઝલ, પેટ્રોલ કે કેમિક્લની જોખમી ચોરી !: અન્યના જીવ જોખમમાં મુક્તા નથી અચકાતી ગેંગ, ભવિષ્યની દુર્ઘટના રોકવા પોલીસને જાણ કરવા અપીલ
SHARE








મોરબી જીલ્લામાં પ્રોપેન ગેસ, ડિઝલ, પેટ્રોલ કે કેમિક્લની ચોરી કરનારાઓ અન્યના જીવ પણ જોખમમાં મુક્તા અચકાતા નથી!: દુર્ઘટના રોકવા પોલીસને જાણ કરવા અપીલ
મોરબી તાલુકાના ગાળા ગામની સીમમાં આવેલ હોટલ નજીક ટેન્કરમાં રહેલ પ્રોપેન ગેસને ચોરી કરવામાં આવતી હતી અને ગેર કાયદે ગેસ કટીંગ કરવામાં આવતું હતુ. તે દરમિયાન નાઈટ પેટ્રોલિંગમાં રહેલ તાલુકા પોલીસની ટીમ દ્રારા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાંથી ટેન્કર, બાઇક, ગેસ ભરવાના બાટલા તથા અન્ય સાધનો મળી આવ્યા હતા અને રૂપિયા 26.57 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો અને એક આરોપીને પકડેલ હતો જોકે, ભાગી છુટેલા હોટલ સંચાલક અને ઓઇલ મીલના ભોગવટાદાર તથા તપાસમાં ખુલે તે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. અને મોરબી જિલ્લામાં કોઈ પણ જગ્યાએ જોખમી રીતે આ પ્રકારની ચોરી કરવામાં આવતી હોય તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવા માટે પોલીસ દ્વારા જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે
મોરબી જિલ્લામાં ડીઝલ ચોરી , પેટ્રોલ ચોરી, કેમિકલ ચોરી, ગેસ ચોરી, ખનીજ ચોરી વગેરે જેવી ચોરીની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે તેવામાં તાજેતરમાં મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા જોખમી રીતે ગેસ ચોરી કરવામાં આવતી હોવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે અને મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ બી.ડી. ભટ્ટ તથા સ્ટાફના માણસો રાત્રિના પેટ્રોલિંગમાં હતી ત્યારે ગાળા ગામની સીમ સુખસાગર હોટેલના કંપાઉન્ડમાં શંકાસ્પદ પ્રવૃત્તિ જોવામાં આવતા ત્યાં રેડ કરવામાં આવી હતી અને રેડ કરવામાં આવી ત્યારે ત્યાંથી પ્રોપેન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે લોકોની જિંદગી જોખમાય તે રીતે ગેસ કટીંગ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તાલુકા પોલીસે ટેન્કર નંબર એનએલ 1 એ 54 ના ચાલક સહિત ત્રણ સામે ગુનો નોંધીને હાલમાં આરોપી સેતાનકુમાર સુર્જનરામ બાંગડવા જાતે બિશ્નોઇ (૩૫) રહે. હાલ સુખસાગર હોટેલ ગાળા વાળાની ધરપકડ કરી હતી.
વાંકાનેરના ડીવાયએસપી સમીર સારડાએ માહિતી આપતા જણાવેલ છે કે, આરોપીઓએ એકબીજા સાથે મેળાપીપણુ કરી પોતાના અંગત ફાયદા સારૂ હોટલના સંચાલક અને ઓઇલ મિલના કબજેદારે ટેન્કર વાળાનો સંપર્ક કરીને ગેસનું કટિંગ કરીને તેનું વેચાણ કરવાના ઇરાદે ગેસનો જથ્થો જોખમી રીતે ગેસના બાટલામાં ગેસ ભરતા હતા જેથે રેડ દરમ્યાન ટેન્કર રૂપિયા 15,00,000 તથા ટેન્કરમાં ભરેલ લીકવીફાઇડ પ્રોપેન ગેસ આશરે 15,320 મેટ્રિક ટન જેની કિંમત 10,30,857 તથા ગેસના સીલીન્ડર નાના મોટા નંગ 50 હોય કિંમત 1,00,000 આમ કુલ મળીને 26,57,357 નો મુદ્દામાલ કબજે કરેલ છે અને નાસી ગયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે.
વધુમાં અધિકારીએ કહ્યુ હતુ કે, જોખમી ચોરીના આ ગુનામાં હાલમાં પોલીસે હોટલ ભાડે રાખનાર શખ્સની ધરપકડ કરેલ છે જોકે, માધવ મીની ઓઇલના કબજા ભોગવટેદાર તથા ટેન્કરના ચાલક સહિત આ ચોરીમાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે થઈને તાલુકા પોલીસની ટીમ દ્વારા જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીએ છે કે મોરબી જિલ્લામાં ડીઝલ ચોરી, ખનીજ ચોરી, પેટ્રોલ ચોરી, કેમિકલ ચોરી અને ગેસ ચોરી ના બનાવો બનતા હોય છે. અને જોખમી રીતે ચોરીને અંજામ આપવામાં આવતો હોય છે ત્યારે અન્ય નિર્દોષ લોકોના જીવન માટે પણ તે પ્રવૃતિ જીવલેણ સાબિત થઈ શકે છે માટે આવી ઘટના કોઈપણ વ્યક્તિના ધ્યાન ઉપર હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા પોલીસ વિભાગ દ્વારા જિલ્લાના લોકોને અપીલ કરવામાં આવી છે

