હળવદ ધનાળા રોડે આખલો આડો આવતા થાંભલા સાથે બાઇક અથડાતા ઇજા પામેલ વૃદ્ધનું મોત
મોરબી: રૂપિયા માટે કૌટુંબીક ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
SHARE
મોરબી: રૂપિયા માટે કૌટુંબીક ભાઈની હત્યા કરનારા આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
મોરબી જીલ્લાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક કારખાનામાં લેબર કોલોનીમાં પૈસાની લેતી દેતી બાબતે બે કૌટુંબીક યુવાન વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઈ હતી ત્યારે યુવાનને નીચે પડી દઈને પાવડાના હાથા વડે તેને મોઢા, કપાળ અને શરીર ઉપર આડેધડ માર મરવામાં આવેલ હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું અને હત્યાના આ બનાવમાં મૃતકના કૌટુંબિક ભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપરડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
જર જમીને ને જોરું છે કજીયાના છોરો આ કહેવતને સાર્થક કરતી ઘટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ માટેલ ગામ નજીકના સિરામિક કારખાનામાં બનેલ છે જ્યાં ઉત્તર પ્રદેશથી રોજગારી મેળવવા માટે આવેલ યુવાનને તેના જ કૌતમ્બિકભાઈ સાથે પૈસાની લેતી દેતી બાબતે બોલા ચાલીને ઝઘડો થયો હતો અને જેનું કરુણ અંજામ આવેલ છે જે અંગેની પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ માટેલ નજીક આવેલ સનપાર્ક સિરામિક કારખાનની ઓરડીમાં રહેતા અને મજુરી કામ કરતા રાણુ પાસેથી તેના કૌટુંબિક ભાઈ સંદીપ જોશીએ ખર્ચના ૧૦૦૦ થી ૧૫૦૦૦ રૂપિયા માંગ્યા હતા અને આરોપી પાસે પૈસા ન હતા જેથી તેને રૂપિયા દેવાની ના પાડતા પૈસાની લેતી લેતી બાબતે બંને વચ્ચે બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે આરોપીએ સંદીપને કવાર્ટર પાસે નીચે પાડી દીધો હતો અને ત્યાર બાદ પાવડાના હાથા વડે તેના મોઢા, કપાળ અને શરીર ઉપર માર માર્યો હતો જેથી ગંભીર રીતે ઈજા પામેલ સંદીપનું મોત નીપજયું હતું અને આ બનાવ હત્યામાં પલટાયો હતો જે બનાવમાં મૃતકના કૌટુંબિક ભાઈની મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સનપાર્ક કારખાનાની લેબર કોલોનીમાં રહેતા રાહુલભાઈ પુરનલાલ જોશી (25)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાણુ ઉર્ફે પ્રવીણ રાજુકુમાર જોશી રહે. બાલાબેહટ તાલુકો પાલી ઉત્તરપ્રદેશ વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેના આધારે પોલીસે હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરી હતી અને ગુનાના કામે ઉપયોગમાં લેવામાં આવેલ ધોકો કબજે કર્યો હતો ત્યારબાદ આરોપીને કોર્ટમાં રજૂ કરીને મોરબી સબજેલ હવાલે કરવામાં આવેલ છે તેવી માહિતી ડીવાયએસપી સમીર સારડાએ પત્રકાર પરિષદમાં આપેલ છે