મોરબી જલારામ ધામ-જલારામ સેવા મંડળ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે ૨૮૫ દીવંગતોનુ અસ્થિઓનું સામૂહિક વિસર્જન કરાયું મોરબીના માધાપરમાં ઘરમાં જુગાર રમતા 7 શખ્સોની 25,500 ની રોકડ સાથે ધરપકડ માળીયા (મી)ના મોટા દહીસરા ગામનો બનાવ: કૌટુંબિક ભાઈએ પ્રેમલગ્ન કરતાં યુવતીના પિતા સહિત 8 શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર માર્યો મોરબીમાં જૂના મનદુખનો ખાર રાખીને દંપતીને ચાર મહિલા સહિત કુલ 5 લોકોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઇકો ગાડીનો ઓવરટેક કરવાની વાતનો ખાર રાખીને યુવાનને બે શખ્સોએ ઢીકાપાટુ-પાઇપ વડે માર માર્યો મોરબીમાં રહેતા મુમુક્ષુ વિધીબેન મહેતાનો ગૃહ ત્યાગ: 1 ફેબ્રુઆરીએ દીક્ષા અંગીકાર કરશે ટંકારાના ગણેશપર ગામે પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક પર્વ ઉજવાયો, સ્કૂલબેગનું વિતરણ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં પ્રજાસતાક પર્વની ઉજવણી કરાઇ: તેજસ્વી વિધાર્થીઓનું કરાયું સન્માન
Breaking news
Morbi Today

માળીયા (મી)માં વીજ ચેકિંગ માટે ગયેલ વીજ કર્મચારીઓ ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી: બે શખ્સની ધરપકડ


SHARE











માળીયા (મી)માં વીજ ચેકિંગ માટે ગયેલ વીજ કર્મચારીઓ ઉપર પ્લાસ્ટિકના પાઇપ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી: બે શખ્સની ધરપકડ

માળીયા મીયાણામાં જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં રેલવે ફાટકની બાજુમાં જનરલ સ્ટોર દુકાન આવેલી છે ત્યાં દુકાને વીજ વપરાશ માટે મીટર છે કે કેમ તેમ વીજ કર્મચારી ચેકિંગમાં ગયા હતા ત્યારે પૂછ્યું હતું અને ત્યારે ત્યાં બેઠેલા બે શખ્સ દ્વારા વિજ કંપનીના કર્મચારી ઉપર હુમલો કરવામં આવ્યો હતો અને ત્યારે એક શખ્સે ઉશ્કેરાઈ જઈને પ્લાસ્ટિકના પાઇપ પડે વિજકર્મીને ડાબા હાથના કાંડા ઉપર અને ખભા ઉપર માર મારીને ઈજા કરી હતી તેમજ અન્ય એક શખ્સે વીજ કર્મચારીઓને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વીજ કર્મચારી દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરી હતી અને બંન્ને આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીમાં રવાપર રોડ ઉપર આવેલ એવન્યુ પાર્કમાં રહેતા મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને વીજ કંપનીમાં ફરજ બજાવતા અલ્પેશભાઈ સવજીભાઈ ડામોર (40)એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નવાબ ઈસુબભાઈ જેડા રહે જુના રેલ્વે સ્ટેશન પાસે વાડા વિસ્તાર માળિયા અને ફૈજાન મુરાદભાઈ જામ રહે મૂળ કાજરડા હાલ રહે માળીયા વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે ફરિયાદી તથા અન્ય કર્મચારીઓ ઉપરી અધિકારીની મૌખિક સૂચનાથી માળીયા મીયાણા જુના રેલ્વે સ્ટેશન વાડા વિસ્તારમાં વીજ ચેકિંગ કરવા માટે ગયા હતા ત્યારે રેલવે ફાટક ની અંદર આવેલ જનરલ સ્ટોર નામની દુકાનમાં નવાબ જેડા તથા ફૈજાન જામ હાજર હતા અને દુકાનમાં વીજ વપરાશ માટે મીટર છે કે કેમ ? તેમ પૂછતા નવાબ જેડા ઉસકેરાઈ ગયો હતો અને તેને પ્લાસ્ટિકના પાઇપ વડે વીજ કર્મચારી ને ખભા અને ડાબા હાથ ઉપર માર મારીને ઇજા કરી હતી તેમજ ફૈજાન જામે ફરિયાદી અને અન્ય વીજ કર્મચારીઓને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વિજ કર્મચારી દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હાલમાં માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરજમાં રૂકીવટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News