વાંકાનેરના ચિત્રાખડા ગામે વાડીના મકાનમાં જુગાર રમતા 6 શખ્સો 13.26 લાખના મુદામાલ સાથે પકડાયા મોરબીમાંથી 1 કિલો 387 ગ્રામ ગાંજા કેસમાં વધુ એકની ધરપકડ મોરબીમાં નેશનલ સાયન્સ સેમીનારનું આયોજન, ૨૦ સ્કુલના ૬૩ વિધાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ મોરબીની રહેવાસી પરિણીતાને લગ્નની લાલચ આપીને 8.50 લાખની છેતરપિંડી હળવદ જીઆઇડીસી પાસે જીનીંગ ફેક્ટરીમાંથી 1.50 લાખના કેબલ વાયરની ચોરી મોરબીના રફાળેશ્વર નજીક ડમ્પર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક યુવાનનું મોત: મોરબીમાંથી દારૂની 18 બોટલ સાથે એક પકડાયો વાંકાનેરના સમઢીયાળા નજીક ઢોરને બચાવવા જતાં ટ્રેક્ટર પલટી મારી જતાં ઇજા પામેલ યુવાનનું મોત હળવદના સરંભડા ગામે માથું દુખતું હોય વધુ પડતી દવા પી ગયેલા વૃદ્ધનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટા દહીસરામાં અહીં આવવાનું નહીં તેવું કહીને આધેડ અને તેના મિત્રને ચાર શખ્સોએ માર માર્યો


SHARE













માળીયા (મી)ના મોટા દહીસરામાં અહીં આવવાનું નહીં તેવું કહીને આધેડ અને તેના મિત્રને ચાર શખ્સોએ માર માર્યો

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે ફાટક પાસે બે મિત્રો કૂતરાને રોટલા નાખવા માટે થઈને ગયા હતા ત્યારે ત્યાં હાજર રહેલા ફારુક સહિત ચાર શખ્સો દ્વારા તમે અહીં શું કરો છો, અહીં આવવાનું નહીં તેવું કહીને આધેડને ગાળો આપવામાં આવી હતી ત્યારબાદ લાકડાના ધોકા વડે આધેડ તથા તેના મિત્રને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજા પામેલા બંને મિત્રોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે જગન્નાથ મંદિર વાળી શેરીમાં રહેતા પ્રવીણભાઈ ઉર્ફે મુન્નો બચુભાઈ જોષી (50)એ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફારુક દિલાવરભાઈ રહે. માળીયા મીયાણા તથા અન્ય અજાણ્યા ત્રણ શખ્સો આમ કુલ ચાર વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે મોટા દહીસરા ગામની ફાટક પાસે તેઓ તથા તેના મિત્ર મેરામભાઇ કૂતરાને રોટલા નાખવા માટે ગયા હતા ત્યારે આરોપી ફારુક તથા તેની સાથે રહેલા ત્રણ શખ્સોએ ફરિયાદીને તમે અહીં શું કરો છો, અહીં આવવાનું નહીં તેવું કહીને ગાળો આપી હતી ત્યારબાદ ફારૂકે તેના હાથમાં રહેલ લાકડાના ધોકા વડે ફરિયાદીને શરીરે તથા પેટ અને પીઠના ભાગે માર માર્યો હતો તેમજ તેના મિત્ર મેરામભાઇને પણ જમણા હાથના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવારમાં લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ પ્રવીણભાઈ જોશીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બાઇક સ્લીપ

મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા કાંતિભાઈ અમરશીભાઈ વરમોરા (57) નામના આધેડ ઘૂટું રોડ ઉપર આવેલા આકૃતિ સીરામીક પાસેથી બાઈક લઈને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થતાં ઇજાગ્રસ્તને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News