મોરબીના પીપળી-બેલા વચ્ચે માટી ભરેલ ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં અકસ્માત
SHARE
મોરબીના પીપળી-બેલા વચ્ચે માટી ભરેલ ટ્રક ટ્રેલર રોડ સાઈડમાં નીચે ઉતારી જતાં અકસ્માત
મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી અણીયારી ચોકડી સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો છે અને ત્યારબાદ અવારનવાર રસ્તા ઉપર અકસ્માતો સર્જાતા હોય છે જેમાં ખાસ કરીને રોડ ઉપરથી વાહન નીચે ઉતરી જવાની ઘટનાઓ અગાઉ અનેક વખત બની છે તેઓમાં આજે વહેલી સવારે મોરબીના પીપળી ગામ થી બેલા ગામ વચ્ચે આવેલ મારુતિ સોસાયટી સામેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર અકસ્માતે ટ્રકની પાછળનો ભાગ રોડ સાઈડમાં નીચે ઉતરી જવાના કારણે અકસ્માતનો બનાવ બન્યો હતો અને અડધો રસ્તો બંધ થઈ ગયો હતો જો કે, સ્થાનિક લોકો પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે ટ્રક ટ્રેલરમાં માટી ભરેલી હતી અને તે માટી ભરેલો ટ્રક આ રસ્તા ઉપરથી પસાર થતો હતો ત્યારે વહેલી સવારે કોઈ કારણોસર ટ્રકનો પાછળનો ભાગ રોડ સાઈડમાં નીચે ઉતરી ગયો હતો આ અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થયેલ નથી. પરંતુ દિવસ દરમિયાન જો આ ઘટના બની હોત તો ચોક્કસ જીવલેણ અકસ્માત સર્જાયો હોતો તેમાં શંકાને કોઈ સ્થાન નથી. તેની સાથોસાથ ટ્રાફિકનો પણ મોટો પ્રશ્ન ઊભો થાય તેવી પરિસ્થિતીનું નિર્માણ આ રોડ ઉપર થાય તેવી શક્યતા હતી ત્યારે આ રોડ ઉપર અવારનવાર થતાં અકસ્માતાને રોકવા માટે થઈને તંત્ર દ્વારા ઘટતી કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી અને માગણી છે.