સફળ રેડ: મોરબી નજીકથી દારૂની 360 બોટલ ભરેલ ક્રેટા કાર ઝડપાઇ: 9.68 લાખનો મુદામાલ કબ્જે મોરબી: ઝઘડો થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું અભયમની ટીમે પતિ સાથે મિલન કરવાયું મોરબીમાં મહાપાલિકાની રોડ રસ્તા, પાણી, ગટર સહિતની કામગીરીનું નિરીક્ષણ કરતાં કમિશ્નર સ્વપ્નિલ ખરે મોરબી મહાનગરપાલીકાની જાહેર બસ સેવા શરૂ કરવા માંગ: સીટી બસ વધે તો રીક્ષાનો ત્રાસ ઘટે મોરબીમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા મેદસ્વિતા નિવારણ અને નિયંત્રણ માટે ખાસ કેમ્પનું આયોજન મોરબી: SIR બાબતે 'Book a call with BLO' સુવિધાનો ઉપયોગ કરી BLO નો સીધો સંપર્ક કરી શકાશે મોરબીમાં રેલ્વેના પાટામાં તિરાડ પડતા તાત્કાલિક પાટાનું મટીરીયલ બદલી નાખ્યું મોરબી સેવાસદન ખાતે ફાયરના જવાનોની ખાસ  પ્રાયોગિક અભ્યાસ તાલીમ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેરમાં આગામી તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન


SHARE



























મોરબીના વાંકાનેરમાં આગામી તા.૯ ના તાલુકા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકનું આયોજન

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જણાવ્યા અનુસાર તાલુકા સંકલન તથા ફરિયાદ સમિતિની સંરચના, કાર્યસૂચિ તથા કાર્યવિધિ અંગેની સંકલિત સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો કાર્યક્રમ અંતર્ગત તાલુકા કક્ષાએ લોકોના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા તાલુકાની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા વિચારણા કરવા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે માટે તાલુકા સંકલન સમિતિની રચના કરવામાં આવી છે.જે અનુસાર મોરબી જિલ્લામાં આ સમિતિની બેઠક દર મહિનાના પ્રથમ શનિવારે બોલાવવાની હોય છે. પરંતુ તે દિવસે જાહેર રજા હોવાથી અને રાજ્ય સરકાર દ્વારા બીજા શનિવારે કચેરી કાર્યરત હોય, તો તે મુજબ આગામી નવેમ્બર- ૨૦૨૪ ના માસની બેઠક આગામી તા.૯-૧૧ ના રોજ ૧૨ કલાકે પ્રાંત અધિકારી, વાંકાનેરના અધ્યક્ષસ્થાને તાલુકા સેવા સદન- વાંકાનેરના સભાખંડ ખાતે યોજવામાં આવનાર છે. તેમ મામલતદાર, વાંકાનેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે. 


















Latest News