ટંકારામાં બીમારી સબબ મહિલાનું મોત: બે મહિનાના બાળકે માતાની છત્રછાયા ગુમાવી
SHARE
ટંકારામાં શીતળા માની ધાર વિસ્તારમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા યુવાનીની પત્ની છેલ્લા ત્રણથી ચાર દિવસથી બીમાર હતી અને દરમિયાન તેનું મોત નીપજયું હતું જેથી તે મહિલાના પતિ અને સસરા તેને ટંકારાની સરકારી હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો હોય પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના રહેવાસી અને હાલમાં ટંકારામાં શીતળા માં ધાર વિસ્તારમાં ભાવેશભાઈ અઘેરાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા પ્યારસિંગ મેહડાના પત્ની સંગીતાબેન (23) વાડીએ હતા અને છેલ્લા ત્રણ-ચાર દિવસથી તે બીમાર હોય તેનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને મહિલાના પતિ અને સસરા ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મહિલાને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ એસ.બી.સીદીકી દ્વારા કરવામાં આવી હતી વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક મહિલાને બે મહિનાનું એક સંતાન છે અને તેનો લગ્ન ગાળો ત્રણ વર્ષનો છે જેથી પોલીસે તે અંગેની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
ટંકારા તાલુકાના વીરવાવ ગામે રહેતા જાગૃતીબેન દેવજીભાઈ ચાવડા (21) અને પ્રિયાંશીબેન દેવજીભાઈ ચાવડા (34) નામના બે વ્યક્તિઓને હીરાપર ગામના બસ સ્ટેશન પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટ લેતા ઈજા થઈ હતી અને પગમાં ઈજા થઈ હોવાથી બંનેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને પ્રથમ જાણ કરી હતી જો કે, બનાવ ટંકારા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં બનાવની જાણ કરવામાં આવી છે.
મહિલા સારવારમાં
માળીયા તાલુકાના ખાખરેચી ગામે ખેતરે રહીને મજૂરી કામ કરતી નિશાબેન રસુલભાઈ તોમર (18) નામની યુવતી કોઈ કારણોસર ખળમાં છાંટવાની દવા પી જતા તેને તાત્કાલિક સારવાર માટે જેતપુરમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પ્રથમ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ માટે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે