મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝીયોથેરાપી દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો ટંકારા તાલુકાનાં સજનપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં સ્પોર્ટ્સ ડે-2025 ઉજવાયો મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબની બહેનો દ્વારા નિરાધાર લોકોને કરાયું ધાબળાનું વિતરણ મોરબી બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શાંતિનું દાન વાંકાનેર તાલુકામાં કારખાનાના ક્વાર્ટરમાંથી 29 બોટલ દારૂ-144 બીયરના ટીન સાથે એક આરોપી પકડાયો મોરબી: મચ્છુકાંઠા યુવા સંગઠન દ્વારા ચેસ અને ક્વિઝ સ્પર્ધા યોજાઇ મોરબીના શહીદ થયેલા ગણેશભાઈના પરિજનોને જિલ્લા પંચાયતનો ૧ લાખનો આર્થિક સહયોગ મોરબીના જુના ઘુંટુ રોડે સેન્ટ્રો ગાડી ઉપર માલ ભરેલું કન્ટેનર ટ્રકમાંથી પલટી મારી જતા દંપતીનું મોત, બે વ્યક્તિને ઈજા
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ કારખાનામાં ટાંકામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત


SHARE











મોરબી નજીક આવેલ કારખાનામાં ટાંકામાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત

મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઊંચી માંડલ ગામની સીમ વિસ્તારમાં આવેલ પેપર મિલમાં પાણીના ટાંકામાં યુવાન પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના બોડીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને અકસ્માત મૃત્યુના બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામની સીમમાં આવેલ અંબાણી પેપર મીલના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા રામપ્રવેશ મોહનભાઈ ઠાકુર (19) નામનો યુવાન રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં લેબર ક્વાર્ટર પાસે આવેલ પાણીના ટાંકામાં કોઈ પણ કારણોસર પડી ગયો હતો જેથી કરીને પાણીમાં ડૂબી જવાના કારણે તે યુવાનો મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને તેના પિતા મોહનભાઈ ઠાકુર મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં
માળિયા તાલુકાના વવાણીયા ગામે રહેતા શકીનાબેન ઈશામામદ ભટ્ટી (64) નામના વૃદ્ધા બાઈકમાં પાછળના ભાગે બેસીને નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં બાઈક સ્લીપ થયું હતું જેથી મહિલા નીચે પટકાતા તેઓને શરીરે ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મારા મારીમાં ઇજા
મૂળ ખંભાતના તારાપુરનો રહેવાસી અને હાલમાં મોરબીના બેલા ગામ નજીક આવેલ ખોખરા હનુમાન રોડ ઉપર સદગુરુ વાત્સલ્ય વાટિકા ખાતે રહેતા રોહિત નરેશભાઇ મકવાણા (14) નામના બાળકને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધ માતાને દીકરા-પુત્રવધૂએ માર માર્યો
મોરબીના સનાળા ગામ પાસે આવેલ નીતિન નગરમાં રહેતા માનકુવરબા શિવુભા જાડેજા (63) નામના વૃદ્ધાને ઘરે માર મારવામાં આવ્યો હતો જેથી તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે વૃદ્ધાને તેના દીકર પ્રદિપસિંહ તથા પુત્રવધુ મીનાબાએ વાળ પકડીને ઢસડીને માર માર્યો હોવાથી ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા.






Latest News