મોરબીમાં ડાન્સ શીખવતા વિધર્મી શખ્સે કર્યું સગીરાનું અપહરણ: ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ મોરબીના પરશુરામ ધામ ખાતે ત્રીદિવસીય વ્યાખ્યાનમાળાનું આયોજન હળવદમાં નોનવેજના હાટડા બંધ કરવાની માંગ મોરબીમાં ફાયનાન્સની પેઢીમાં મોજશોખ પૂરા કરવા ચોરી કર્યાની આરોપીઓની કબૂલાત: એક દિવસના રિમાન્ડ મંજૂર મોરબી જિલ્લાના નવલખી બંદર-કોસ્ટલ વિસ્તારના ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી: વીર વિદરકા ગામે લોડર સાથે અથડાતા બાળકનું મોત મોરબીમાં પત્નીઓની સાથે વાત કરતાં બે યુવાનને ફઈજી સહિત ત્રણ વ્યક્તિએ માર મારીને આપી જાનથી મારી નાખવાની ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં પત્ની સાથે ઘરે કંકાસ થતાં પિતાના ઘરે જવાનું કહીને યુવાન ગુમ


SHARE





























મોરબીમાં પત્ની સાથે ઘરે કંકાસ થતાં પિતાના ઘરે જવાનું કહીને યુવાન ગુમ

મોરબીના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાનને તેની પત્ની સાથે ઘરમાં કંકાસ થયો હતો ત્યારબાદ પિતાના ઘરે જાવ છું તો એવું કહીને નીકળ્યો હતો અને તે યુવાનો ગુમ થઈ ગયેલ છે જેથી ગુમ થયેલા યુવાનના પિતાએ ગુમસુધા ફરિયાદ આપતા મોરબી બી ડિવિઝન પોલીસે ગુમ થયેલા યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે ગુલાબનગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગાંડુભાઈ સોલંકી (44)એ તેનો દીકરો રાહુલ લક્ષ્મણભાઈ સોલંકી (23) ગુમ થયો હોવાની ગુમસુધા ફરિયાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આપેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાહુલને તેના પત્ની સાથે ઘરમાં કંકાસ થતા તેને લાગી આવ્યું હતું અને પપ્પાના ઘરે જાવ છું તેવું કહીને નીકળ્યા બાદ તે ગુમ થઈ ગયેલ છે જેથી હાલમાં ગુમ થયેલ યુવાનના પિતાએ નોંધાવેલ ગુમસુધા આધારે પોલીસે યુવાનને શોધવા માટે તજવીજ હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં વિદ્યુતનગર પાસે વિક્રમ વાડીની બાજુમાં મારામારીના બનાવમાં સુરેશ મગનભાઈ પરમાર (48) નામના યુવાનને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીમાં રહેતા રેખાબેન ઉપેન્દ્રભાઈ ભીમાણી (40) અને ભીમાણી પાયલ ઉપેન્દ્રભાઈ (17)ને લાકડી વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા બંને વ્યક્તિને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લઈને આવેલ હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ વી.કે.ચાવડા દ્વારા કરવામાં આવી હતી

મારા મારીમાં ઇજા

મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા જગદીશ પરસોત્તમભાઈ માનેવાડીયા (23) નામના યુવાનને ત્રાજપર ચોકડી નજીક મારામારીના બનાવમાં માથામાં ઇજા થયેલ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે.

મારા મારીમાં ઇજા

મોરબીમાં સામાકાંઠે મંગલમ વિસ્તારમાં જુના ઘુટુ રોડ ઉપર રહેતા અશોક મનસુખભાઈ માનેવાડિયા નામના યુવાનને ઘરે તેના ભાઈ સાથે મારામારી થઇ હતી જેમાં તેને માથામાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

ધ્રોલમાં રહેતા ઇન્દિરાબા નિર્મલસિંહ જાડેજા (77) નામના વૃદ્ધા ધ્રોલ નજીકથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈકમાંથી તેઓ નીચે પડી જતા તેમને ઈજા થઇ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસની જાણ કરી હતી ત્યાર બાદ આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવા માટે કવાયત કરેલ છે.
















Latest News